- બાલાસિનોર APMC ની 16 બેઠકોની ચૂંટણી માટે મતદાન
- મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરુ થયું
- સમગ્ર પ્રક્રિયા પર જિલ્લા રજીસ્ટારની ચાંપતી નજર
મહીસાગર: બાલાસિનોર માર્કેટયાર્ડની ચૂંટણી માટે APMC ખાતે આજે સવારે 9 કલાકે મતદાન શરૂ થયું છે. જે સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. બાલાસિનોર માર્કેટયાર્ડની ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ઉમેદવારોનો આજે યોજાયેલા મતદાનમાં સવારથી ધસારો રહ્યો હતો. તમામ મતદારોને ઓળખકાર્ડ ચકાસણી બાદ મત આપવા જવા દેવામાં આવતા હતા.
બાલાસિનોરમાં ચૂંટણી મતદાન પ્રક્રિયા શરૂ
બાલાસિનોર APMC માં આજે ભારે ઉત્તેજના પૂર્ણ માહોલમાં ચૂંટણી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. વ્યાપારીઓ તથા ખેડૂતોના ટોળા મતદાન મથકે ઉમટી પડ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ સમર્થક ઉમેદવારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ APMCની ચૂંટણી : કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનો સતત બીજા દિવસે વિરોધ
બાલાસિનોર માર્કેટયાર્ડની ચૂંટણી
બાલાસિનોર માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ સહકારી રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સમર્થક ઉમેદવારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે APMC ખાતે ગત શુક્રવારે ફોર્મની પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આમ બાલાસિનોર ખરીદ વેચાણ સંઘની કુલ 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન આજે બુધવારના રોજ સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે.
16 બેઠકો પર મતદાન
બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની 16 બેઠકો માટે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણના ઉમેદવારો આજે વહેલી સવારથી જ મતદાન મથકે મતદાન કરવા આવી પહોંચ્યા હતા. અને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જોકે, પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં હોવાથી કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. બાલાસિનોર APMC ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી એસ.આર.પટેલે સમગ્ર પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખી હતી.
આ પણ વાંચો: ઊંઝાની APMCની ચૂંટણી આગામી 9મી જૂને યોજાશે
બાલાસિનોર APMCમાં ત્રણ વિભાગો પૈકી ખેડૂત વિભાગમાં
514 મતદારો, ખરીદ વેચાણ સંઘમાં 283 છે અને વેપારી વિભાગમાં બિનહરીફ થયેલ છે. પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. અને આવતી કાલે 9 મી સપ્ટેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું જિલ્લા રજીસ્ટાર અધિકારીએ જણાવ્યું છે.