મહીસાગરઃ બાલાસિનોર મહીસાગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જીવનમાં આવતા અનેક સંબંધો વચ્ચે જોડાયેલ લાગણી પણ એક પ્રેમ છે. ત્યારે આવા જ પ્રેમને બાળકો નાનપણથી જ સમજે, તે માટે આ દિવસને કેટલીક શાળાઓમાં માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

બાલાસિનોર તાલુકાની ખાંડીવાવ પ્રાથમિક શાળામાં વેલેન્ટાઈન ડેની ઉજવણી માતૃ પૂજન કરી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓ તેમજ બાળકોએ પોતાની માતાની પૂજા-આરતી કરી આશીર્વાદ મેળવી આ દિવસને અનોખી રીતે ઉજવ્યો હતો.