- સંતરામપુરની પ્રિન્સાનો હોઠ-તાળવાનું નિઃશુલ્ક ઓપરેશન
- આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળ્યો લાભ
- પ્રિન્સા આજે બીજા બાળકોની જેમ સ્વસ્થ જીવન જીવી રહી છે
- ગરીબ પરીવારે નિઃશુલ્ક ઓપરેશન બાદ સરકારનો હૃદય પૂર્વક આભાર માન્યો
મહીસાગરઃ બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હરહંમેશાં તત્પર રહે છે. ત્યારે જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે એવા જ ઉંડાણ અને અંતરીયાળ આદિજાતિ વિસ્તારમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ખેતમજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા પરીવારના બાળકનું લાખોના ખર્ચે થતું જન્મજાત કપાયેલા હોઠ-તાળવાનું ઓપરેશન નિઃશુલ્ક થતા પરીવારમાં ખુશીની લાગણી પ્રસરી છે.
નવીનભાઈ બારીયાના ઘરની ડૉક્ટર દ્વારા લેવાય મુલાકાત
પરથમપુર ગામના નવીનભાઈ બારીયાએ જણાવયું કે, તેઓ ગામમાં ખેતમજુરી કરી જીવનગુજરાન ચલાવે છે. તેમને એક દિકરી પ્રિન્સા છે. તેના જન્મ સમયે ઘરમાં ઘણોજ આનંદ હતો. પરંતુ જ્યારે એ જાણવા મળ્યુ કે,મારી દિકરીના હોઠ-તાળવું કપાયેલું છે. તે જાણી અમને ઘણુંજ દુઃખ થયું. તેને સારુ કરવા ગરીબને કયાંથી પૈસા મળશે અને મને કોણ સહાય કરશે એ જ વિચારમાત્રથી મારૂ હ્યદય કંપી ઉંઠ્યું. કપરા સંજોગોમાં આ દિકરી વિશે RBSKના ડૉ.શૈલેષ નિજાનંદી અને ડૉ.કોમલ નાયકની તપાસ દરમિયાન જાણ થતા તેમની ટીમે તાત્કાલીક અમારા ઘરની મુલાકાત લીધી હતી.
મારી દિકરીને આંગણવાડીમાં RBSK ટીમની તપાસ બાદ તેને લઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ગાડીયા ખાતે તપાસ કરાવી અને વધુ સારવાર માટે સંતરામપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યારબાદ તેને ઓપરેશનની જરુર જણાતા વડોદરાની કાશીબા ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં મારી બાળા પ્રિન્સાનું ઓપરેશન કરવામાં આવેલ હતું. હાલમાં મારી દિકરીના કપાયેલા હોઠ તાળવાના સફળ ઓપરેશનને બાર માસથી વધુનો સમય થયો છે. હાલમાં તે સ્વસ્થ તંદુરસ્ત અને હસતી રમતી થઇ છે.
બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લાભ
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમને લાભ મળ્યો છે. અંદાજે એક થી દોઢ લાખના ખર્ચે થતું હોઠ અને તાળવાનું સફળ ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકારથી થતા આ આરોગ્ય સેવા મળી તે બદલ હું સરકારનો ઋણી છું. શાળા આરોગ્ય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ન હોત તો ગરીબ ખેતમજુર પરીવારની આ બાળકીને આજીવન આ જન્મજાતખામી સહન કરવી પડત જેના વિચાર માત્રથી મારું હ્દય કંપી ઉઠે છે. આ કાર્યક્રમથી મારી દિકરીની આ જન્મજાત ખામી દૂર થતા તે સારુ જીવન જીવી શકશે.
નિઃશુલ્ક ઓપરેશનની આપાય સેવા
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમને લાભ મળ્યો છે. અંદાજે એકથી દોઢ લાખના ખર્ચે થતું હોઠ અને તાળવાનું સફળ ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકારથી થતા આ આરોગ્ય સેવા મળી તે બદલ હું સરકારનો ઋણી છું. શાળા આરોગ્ય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ન હોત તો મુજ ગરીબ ખેતમજુર પરીવારની આ બાળકીને આજીવન આ જન્મજાતખામી સહન કરવી પડતી, જેના વિચાર માત્રથી મારું હ્દય કંપી ઉઠે છે. પરંતુ આ કાર્યક્રમથી મારી દિકરીની આ જન્મજાત ખામી દૂર થતા તે સારું જીવન જીવી શકશે. સરકારની આ યોજનાથી મારી પ્રીન્સા આજે બીજા બાળકોની જેમ સ્વસ્થ જીવન જીવી રહી છે. તે માટે હું સંવેદનશીલ રાજ્ય સરકારનો અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સભ્યોનો હૃદય પૂર્વક આભાર માનું છું. તથા ભવિષ્યમાં અમારા જેવા અનેક લાભાર્થીઓ માટે આ યોજના આશાનું કિરણ બને તેવી શુભેચ્છા પાઠવું છું.