ETV Bharat / state

કોરોના સામે લડવા માટે આયુષ મંત્રાલયે આપ્યાં કેટલાક દિશા નિર્દેશ, જાણો - mahisagar news

આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા અને સ્વસ્થ્ય રહેવા માટે કેટલાક ઉપાયો જણાવ્યા છે. તમે પણ જાણો..

hot water, Etv Bharat
hot water
author img

By

Published : May 31, 2020, 9:47 AM IST

લુણાવાડાઃ આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા અને સ્વસ્થ્ય રહેવા માટે કેટલાક ઉપાયો જણાવ્યા છે. આયુષ મંત્રાલયે આયુર્વેદ સંબંધિત કેટલીક સલાહો આપી છે. મંત્રાલયે જો કોઇ વ્યક્તિને શરદી, ઉઘરસના લક્ષણ દેખાય તો તરત ડોકટરનો સંપર્ક કરવા કહ્યું છે.

આયુષ મંત્રાલયના ઉપાયો

  • લોકોએ દિવસભર નવશેકુ ગરમ પાણી પીવું, ઘરે રહેવું અને બહાર ન નિકળવું
  • ઘરે યોગાસન કરવા, પ્રાણાયામ અને ધ્યાન કરવું
  • ભોજનમાં હળદર, જીરા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ કરવો
  • રોજ સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાસનુ સેવન કરવું
  • તેમજ ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાસ લે. તેમજ હર્બલ ચા, તુલસી, સવિંગ, સુકુ આદુ નાખીને દિવસના બે વાર પીવા તેમજ તેમાં ખાંડ અને લીબું પણ નાખીની સેવન કરવું
  • ગરમ દુઘમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરવા, નાકમાં સવાર સાંજ તલનું તેલ, નારીયેળ તેલ અથવા ઘી લગાવવું

મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારીયેળનું તેલ ભરવુ અને તેને બે થી ત્રણ મીનીટ સુધી અંદર રાખવું, ત્યાર બાદ થુકી દઇને ગરમ પાણીના કોગળા કરવા આવું દિવસમાં ઓછામાં ઓછુ બે વાર કરવા અને ગરમ પાણીમાં ફુદીનો કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લેવા જણાવ્યું છે. તેમજ મધમાં લોંગનો પાઉડર નાખીને દિવસમાં 2 થી 3 વખત સેવન કરવુ તેનાથી ઉઘરસમાં આરામ મળે છે. આમ, મંત્રાલયે બિમારીથી બચવા માટે અનેક ઉપાયો જણાવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.