લૂણાવાડાઃ મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 288 કેસ નોંધાયાં છે.સમગ્ર જિલ્લામાં કોરોનાને કારણે ચિંતાજનક સ્થિતિ બની છે. જિલ્લાના વડામથક લૂણાવાડા શહેરમાં કોરોનાના કેસ વધતા લૂણેશ્વર મહાદેવ મંદિર બંધ કરવામાં આવ્યું છે.
![લૂણાવાડામાં કોરોના કેસ વધતાં લૂણેશ્વર મહાદેવ મંદિર બંધ કરવામાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8140613_luneshvar_gj10008.jpg)
જિલ્લાના વડામથક લૂણાવાડા શહેરમાં આવેલ જિલ્લાનું સૌથી મોટું અને પૌરાણીક પ્રાચીન શિવમંદિર શ્રાવણ માસને લઈને દર્શન માટે ખોલવામાં આવ્યું હતું પરંતુ કોરોનાનો વ્યાપ વધતાં તા.19 મી ઓગસ્ટ સુધી બંધ રાખવા ફરજ પડી છે. હાલ જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવમંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વધતાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.