ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

મહીસાગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસમાં વધારો થતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કોરોના લક્ષણ ધરાવતા વ્યક્તિઓ તેમ જ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના શોધીને આવા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મહીસાગરમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
મહીસાગરમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
author img

By

Published : Feb 27, 2021, 9:03 PM IST

  • મહીસાગરમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસમાં વધારો
  • એક્ટિવ કેસની સંખ્યા 8થી વધીને 39 થઈ
  • જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
  • કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ
  • જિલ્લામાં કોરોનાના કુલ 2,073 પોઝિટિવ કેસ
  • હાલ 39 દર્દીઓ એક્ટિવ સારવાર હેઠળ
    જિલ્લામાં કોરોનાના કુલ 2,073 પોઝિટિવ કેસ

મહીસાગરઃ કોરોના વાઈરસની લડાઈ લડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. કોરોના સામે જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ કોરોનાથી બચવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી કોરોના પ્રત્યે બેદરકારી વધતા કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં મહીસાગર જિલ્લામાં પણ કોરોના પ્રત્યેની બેદરકારી વધતા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસમાં અંશતઃ વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 39 થઈ

કોરોના કેસમાં વધારો થતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કોરોના લક્ષણ ધરાવતા વ્યક્તિઓ તેમ જ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધીને આવા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ઘટીને 8 પર આવી ગઈ હતી, પરંતુ હવે કોરોના સંક્રમણમાં અંશતઃ વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 39 થઈ છે.

મહીસાગર

6 દર્દી લુણાવાડાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ

અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 2,073 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 1,989 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. હાલ 39 દર્દીઓ એક્ટિવ સારવાર હેઠળ છે. જેમાં 6 દર્દી ડિસ્‍ટ્રિકટ હોસ્‍પિટલ, લુણાવાડા, 29 દર્દી હોમઆઈસોલેશન અને 4 દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 34 દર્દીઓ સ્ટેબલ અને 5 દર્દીઓ ઓક્સિજન પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.