ઉતરાણ પર્વ અંતર્ગત મહીસાગર જિલ્લાના નાગરિકોએ આ ઉપરાયણ પર્વ દરિમયાન પતંગ ચગાવતી વખતે અબોલા પશુ-પક્ષીઓને દોરી અને ટુક્કલથી ઇજાગ્રસ્ત ન થાય તે રીતે પર્વની ઉજવણી કરવા મહીસાગર જિલ્લા નાયબ વન સંરક્ષક રઘુવરસિંહ જાડેજાએ અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઉતરાયણ પર્વ નિમીત્તે ચાઇનીઝ દોરા અને તુક્કલથી અબોલ પશુ-પક્ષીઓને થતી જાનહાની રોકવા તા. 10-01-2019 થી 20-01-2019 ના સમય દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અન્વયે ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સારવાર મળી રહે તેવી પ્રજામાં જાગૃતિ લાવી ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સબંધિત વન વિભાગના રેસ્કયુ સેન્ટરોનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ અભિયાનને વધુમાં વધુ લોકભાગીદારી દ્વારા સફળ બનાવવા માટે આયોજન પૂર્વક કામગીરી કરવામાં આવી છે.
કરુણા અભિયન અંતર્ગત ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે તાલુકા વાર સંપર્ક કરવા માટેની ટીમોની રચના કરવામાં આવી છે. જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર સમયસર મળી રહે તે માટે વન વિભાગના રેસ્કયુ સેન્ટરોનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પક્ષીઓ સામાન્ય રીતે સુર્યોદય અને સુર્યાસ્તના સમયે આકાશમાં વધુ વિહાર કરતા હોય આ સમય દરમિયાન અડધો કલાક પતંગ ન ઉડાવા તેમજ પક્ષીઓ સફેદ રંગને સહેલાઇથી આકાશમાં ઓળખી શકતા ન હોય તો સફેદ રંગના દોરાથી પતંગ ન ચગાવવા લોકજાગૃતિ કેળવવા જાહેર અપીલ કરાઇ છે.