મહીસાગરઃ સમગ્ર જિલ્લાના તમામ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધતા જિલ્લામાં આજદિન સુધી 43 કેસ નોંધાયા છે. જેના લીધે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.
જિલ્લાના લુણાવાડામાં (કોવિડ-19)કોરોનાનું સક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા નગરમાં કોરોના પોઝિટિવ કેસ વાળા વિસ્તારોને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નગરપાલિકા તંત્ર દ્વારા સેનેટાઇઝની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલા છ તાલુકા લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, વીરપુર, ખાનપુર તેમજ કડાણા તાલુકામાં કોરનાનું સક્રમણ જોવા મળી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં આજ દિન સુધી 43 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના કારણે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. મહીસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.
જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે, તે વિસ્તારમાં બેનર મારી લોકોની અવર-જવર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ આ વિસ્તારમાં લુણાવાડા નગરપાલિકા તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.