મહીસાગર : જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા ગોધરા રેન્જ આઇ.જી.પી. એમ.એસ. ભરાડાએ મહીસાગર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા કરેલ સૂચનાના આધારે એલ.સી.બી. PI અને સ્ટાફના માણસોને ખાનગી બાતમી મળી હતી કે, સંતરામપુર પો.સ્ટે. ગુનાનો નાસતો ફરતો આરોપી કિશોરભાઇ ભારતભાઇ સંતરામપુરના મહીસાગરનો જે સગીરાને ભગાડી ગયો હતો. સગીરા મોરબી જિલ્લાના રાજકોટ હાઇવે-સનાડા રોડની બાજુમાં મજુરી કામ કરે છે.
મળેલી બાતમીના આધારે LCB સ્ટાફની ટીમે ઉપરોક્ત જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી તથા સગીરા મળી આવતા બંનેને મોરબી ખાતેથી લાવી આગળની કાર્યવાહી માટે સંતરામપુર પો.સ્ટે.ને સોપવામાં આવ્યા હતા. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.