ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં શુક્રવારથી તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર જતા ગરમીનો પ્રકોપ વર્તાયો હતો. 2-3 દિવસમાં તાપમાનનો પારો વધીને 42 ડિગ્રીએ પહોંચવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.
ગરમીના પ્રકોપની અસર બજારો અને માર્ગો પર પણ જોવા મળી હતી. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર અને વીરપુરમાં બપોરના સમયે સુર્યદેવના તેજ કિરણોથી બચવા લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેના કારણે બપોરના સમયે બજારોમાં અને માર્ગો પર લોકોની ચહલ પહલ ઓછી જોવા મળી હતી. ગરમીની અસર ખેતમજૂરી કરતા લોકો પર અને પશુઓમાં ખાસ જોવા મળી છે. બપોરના સમયે ખેતરો સુમસામ બન્યા છે અને પશુઓની હાલત દયનીય બની રહી છે.