ETV Bharat / state

આવો આપણે સૌ કોરોનાના કપરા કાળને હસ્તામુખે હકારાત્મકતા સાથે વીતાવીએ - કોરોનાઅપટેડન્યૂઝ

સામાન્ય રીતે ઘણા લોકોને પોતાની જૂની ટેવો બદલવામાં અને નવી ટેવ પાડવા મુશ્કેલી પડતી હોય છે. આમ અનેક ટેવો ધરાવનાર ટેવાદાર વ્યક્તિ દેવાદાર હોવા બરાબર છે. કેટલીકવાર શરતી સંજોગોમાં અણઆવડત, વૈચારિક મર્યાદા, ઈમોશનલ ડીસ્ટર્બીંગ જેવી વ્યક્તિત્વની ઉણપ સુષુપ્ત માનસિકતા અથવા તો બેધ્યાનપણાના કારણે તમારા વર્તનમાં કાયમી લાગણી ઘર કરી જાય છે.

લુણાવાડા
લુણાવાડા
author img

By

Published : Oct 22, 2020, 2:26 PM IST

  • આ કોરોના કાળ ભલે કપરો છે પરંતુ કાયમ માટે નથી રહેવાનો
  • કોરોનાનો ભોગ બની અન્ય લોકો માટે પણ જોખમ ઊભું ન થાય તેની કાળજી રાખીએ
  • બહાનું કરીને પણ પોતાના મિત્રોને ગ્રુપ સાથે હળવા-મળવાની ટેવમાં બદલાવ લાવવો પડશે
  • હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, સામાજીક અંતર જાળવીશ
  • ઘરમાં રહેતાં નાનાં બાળકો, વૃદ્ધોને આ જોખમથી સાચવીએ
  • આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવી અને યોગ, વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારી શકાય
    મહિસાગર : આજના કોરોના મહામારીના સમયમાં ઘણા લોકો પોતાની જૂની આદતોને લીધે કોરોનાનો ભોગ બની અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરતા હોય છે. કેટલાક લોકો લાંબો સમય સુધી એકલા રહી શકતા નથી. કારણ કે તેઓ પાર્ટી, મોજમસ્તી જલસા, ટોળા ટપ્પા પ્રવૃત્તિઓ સંગઠનમય વ્યવહાર સામાજિક આદાન પ્રદાનના આદિ બની ગયા હોય છે. તેમને ઘરમાં રહેવાનું આવે ત્યારે તેઓ અકળામણ અનુભવતા હોય છે. આવા લોકો ગમે તે બહાનું કરીને પણ પોતાના મિત્રોને ગ્રુપ સાથે હળવા-મળવાનું ચાલુ રાખવાની ટેવ ધરાવતા હોય છે. ત્યારે આપણે આપણી જૂની ટેવમાં બદલાવ લાવવો જરુરી છે.

કોરોના મહામારીમાં અન્ય લોકોની સલામતીનું ધ્યાન રાખીયે

કેટલીક વખત આપણે માસ્ક ન પહેરીને પોતાની અને અન્યોની સલામતીનું ધ્યાન રાખતા નથી. આપણે સંપૂર્ણ રીતે સ્વસ્થ છીએ તેઓ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવે છે. જેના કારણે ઘરમાં રહેતાં નાનાં બાળકો, વૃદ્ધોને જોખમમાં મૂકી દઈએ છીએ. માટે જ આપણે સૌએ યાદ રાખવું જોઈએ કે આપણે આપણી ટેવ બદલવી જરૂરી છે. જેમ કે, સેનિટાઈઝરનો ખર્ચ, માસ્ક ધોવા, સાચવવા કે બદલવાની ઝંઝટ, બીજા કયા લોકો નિયમ પાડે છે તેવા વાદ ન કરતાં આપણે તેનો ઉપયોગ કરીએ અને બીજાને પણ સમજાવીએ.

આપણે આપણી ટેવો બદલીએ અને અન્યોને પણ થોડું માર્ગદર્શન આપીએ

આવા સમયમાં આપણે આપણી ટેવો બદલીએ અને અન્યોને પણ થોડું માર્ગદર્શન આપીએ જે અચૂક કામ લાગશે.આ કોરોના કાળ ભલે કપરો છે પરંતુ કાયમને માટે નથી રહેવાનો આ કપરો કાળ આપણને ઘણું ખરું શીખવાડીને જવાનો છે. આપણે આવા સમયમાંથી બહાર નીકળવા માટે સારા જીવનનું પ્લાનિંગ અને ભવિષ્યમાં શું થશે. તેની કલ્પનાઓ કરવામાં કશું જ ગુમાવવાનું નથી. કારણ કે આ કપરો કાળ આપણે વિતાવવો જ રહ્યો.

કોરોના જન આંદોલનમાં સહભાગી થઈ કોરોના સામેનો જંગ જીતીએ

તો ચાલો આપણે સૌ કોરોનાના કપરા કાળને હસતા મુખે હકારાત્મકતા સાથે વિતાવીએ અને હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી ધોઈશ કે સેનિટાઈઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ, વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ ગ્રહણ કરી કોરોના જન આંદોલનમાં સહભાગી થઈ કોરોના સામેનો જંગ જીતીએ અને રાષ્ટ્ર, રાજ્ય અને જિલ્લાને કોરોના મુક્ત બનાવીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.