મહીસાગર: કોરોના વાઇરસ કોવિડ-19 વૈશ્વિક મહામારીના સંકટના કારણે છેલ્લા એક માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉન છે. આ સ્થિતિમાં જિલ્લાના શહેરી અને મુખ્ય માર્ગ સૂમસામ બન્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાતા રોગની ભયાનકતા સમજીને લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળતા કરફ્યૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
મહીસાગરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ, શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ બન્યા દેશ અને રાજ્યમાં એક મહિનાથી લોકડાઉન લાગુ કરેલું છે. આ સ્થિતિમાં મહીસાગર જિલ્લાના શહેરી અને મુખ્ય માર્ગ સૂમસામ બન્યા છે. જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 10 થઈ છે. જેમાં બાલાસિનોર-5, સંતરામપુર-3, અને વિરપુર-2 કેસ નોધાયા છે. જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે તે વિસ્તારને કોવિડ -19 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક પછી એક કોરોના પોઝિટિવ સંખ્યામાં વધારો થતા રોગની ભયાનકતા સમજીને લોકો બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળતા કરફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકડાઉન સંજોગોમાં સરકાર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુના વેચાણ માટે છુટછાટ આપી છે. પરંતુ લોકો હવે દિવસો વીતતા પરિસ્થિતિમાં સુધારો થાય અને સરકાર દ્વારા લોકડાઉન ખોલવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.