કહેવાય છે કે, અહીં સાધુ દરરોજ લાડુ બનાવી ગોવાડિયાઓને ખવડાવતા હતા. એક દિવસ એક ગોવાડિયો એક લાડુ ચોરીને ઘરે લઈ ગયો તે પછી લાડુ બનવાના બંધ થઈ ગયા અને સાધુએ કુંડ બનાવી એ જ જગ્યાએ સમાધી લઈ લીધી હતી. અહીં સિદ્ધ બાપજીનો અમરકુંડ છે. જેમાં બારેમાસ પાણી રહે છે. આ મંદિર અંદાજિત 500થી વધુ વર્ષનું જૂનું પૌરાણિક મંદિર છે. સિદ્ધેશ્વર સાધુ અહીં ગુફામાં બેસી શિવ આરાધના કરતાં હતા. જેથી આ ગુફાને પણ ભક્તો પવિત્ર માને છે.
અહીં શ્રાવણ માસ, શિવરાત્રિ અને બેસતા વર્ષના દિવસે બહુ મોટો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં લોકો મેળો મ્હાલવા આવે છે. જંગલ વિસ્તાર હોવા છતાં લોકો અહાં ગુફામાં એક ચમત્કારિક શિવલિંગના દર્શને આવે છે.