ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 7 કેસ પોઝિટિવ, 9 ડિસ્ચાર્જ

author img

By

Published : Aug 3, 2020, 10:59 PM IST

મહીસાગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે અને જિલ્લામાં સોમવારે કોરોનાના 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 431 પર પહોંચી છે.

મહીસાગરમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા
મહીસાગરમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા

મહીસાગર: મહીસાગર જિલ્લામાં રવિવારે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો. એક દિવસના વિરામ બાદ સોમવારે જિલ્લામાં કોરોનાના 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. સોમવારે નોંધાયેલા નવા કેસમાં લુણાવાડામાં 5 કેસ અને તાલુકામાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સોમવારે જિલ્લામાં 9 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. નવા 9 દર્દી ડિસ્ચાર્જ થતાં અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 290 થઈ છે. આ ઉપરાંત અત્યારે જિલ્લામાં 115 કેસ એક્ટિવ છે. આ સાથે જ અત્યાર સુધી જિલ્લામાં 26 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહના જણાવ્યા મુજબ અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 9620 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ,તેમજ જિલ્લાના 495 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. મહિસાગર જિલ્લામાં કરોના પોઝિટિવને કારણે 23 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર ખાતે તેમજ અન્ય 92 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરાના પોઝિટિવ દર્દીઓ પૈકી 110 દર્દીઓ સ્ટેબલ અને 5 દર્દીઓ ઓક્સિજન પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.