- મુખ્યપ્રધાને યોજનાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી
- કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ સાથે લાગણીસભર સંવાદ કર્યો
- મુખ્યપ્રધાને પાલક માતા પિતા યોજનાના લાભાર્થી પાસેથી વિગતો જાણી
મહીસાગરઃ કિસાન સુર્યોદય યોજનાનો લોકાર્પણ કરવા માટે લુણાવાડા ખાતે પધારેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. આ સાથે જ તેમણે આ લોકો સાથે લાગણીસભર સંવાદ પણ કર્યો હતો.
કોરોના ગ્રસ્ત કિરણસિંહની ક્ષેમકુશળ પુછી સારવાની વિગતો મેળવી
આ સંવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંવેદનશીલ છબી દેખાતી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાલક માતા-પિતા યોજનાના લાભાર્થી બિયાબેન નિતિનભાઇ પટેલને મળી તેમની પાસેથી વિગતો જાણી હતી. ઉલ્લેખનીય છે કે, બિયા ચાર વર્ષની હતી ત્યારે તેમના પિતાનું આકસ્મિક અવસાન થયુ હતું. હાલમાં બિયા પોતાના દાદા સાથે રહે છે અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. આ યોજના હેઠળ તેમને માસીક રૂપિયા 3,000ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જેનાથી દાદા બિપીનભાઇને બિયાના શિક્ષણ અને લાલન પાલનમાં સરળતા રહે છે. આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણી કિરણસિંહ લક્ષ્મણસિંહ રાણાને પણ મળ્યા હતા અને તેમના ક્ષેમકુશળ પુછ્યા હતા.