ETV Bharat / state

મહીસાગર જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં 3 શાળાઓની પસંદગી - ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ

મહિસાગરમાં વર્ષ 2020-21 જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં જિલ્લાના શહેરી કક્ષાએ લુણાવાડાની કિસાન માધ્યમિક શાળા, ગ્રામ્ય કક્ષાએ સંતરામપુર તાલુકાના નરસિંગપુરની મુરલીધર વિદ્યાલય અને મોટીસરસણની યુ.આર.પટેલ વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ જિલ્લા કલેક્ટરના હસ્તે ત્રણેય શાળાઓને રૂપિયા 1 લાખનો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા.

મહીસાગર જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં 3 શાળાઓની પસંદગી

author img

By

Published : Apr 11, 2021, 9:57 AM IST

  • કલેક્ટરના હસ્તે શ્રેષ્ઠ શાળાના આચાર્યોને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા
  • પસંદગી પામેલ ત્રણેય શાળાઓને રૂપિયા 1 લાખનો ચેક આપવામાં આવ્યો
  • શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી એવોર્ડ માટે પસંદગી કરાઇ

લુણાવાડા: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2020-21 જિલ્લાકક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રતિયોગિતામાં જિલ્લાના શહેરીકક્ષાએ લુણાવાડાની કિસાન માધ્યમિક શાળા, ગ્રામ્ય કક્ષાએ સંતરામપુર તાલુકાના નરસિંગપુરની મુરલીધર વિદ્યાલય અને મોટીસરસણની યુ.આર.પટેલ વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ જિલ્લા કલેક્ટર આર.બી. બારડના હસ્તે આપવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી દ્વારા ઉપસ્થિતિમાં પસંદગી પામેલ આ 3 શાળાઓને 1 લાખનો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગે પુરસ્કૃત શાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: GTUના આસિસ્ટન્ટ અશોક ચાવડાને એવોર્ડ મળ્યો

વર્ચ્યુયલ માધ્યમથી બાળકોના ઑનલાઈન શિક્ષણના પ્રયાસો

શાળામાં સાંસ્કૃતિક રમત-ગમત, કલા-ઉત્સવ, વિજ્ઞાન પ્રદર્શન, ખેલ મહાકુંભ સહિત સહ અભ્યાસિક પ્રવૃતિઓ ઉપરાંત કોરોના સમયમાં વર્ચ્યુયલ માધ્યમથી બાળકોના ઑનલાઈન શિક્ષણ માટેના વિશેષ પ્રયાસોને ધ્યાને રાખીને ઍવોર્ડ આપવામાં આવ્યા હતા. ઍવોર્ડ મેળવનાર શાળાના આચાર્યોએ શાળાના સંચાલક મંડળ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓના સામૂહિક યોગદાનના પગલે શાળાને મળેલ આ સિધ્ધિ બદલ ગૌરવની લાગણી અનુભવી હતી.
આ પણ વાંચો: ભારત સરકાર શેઠ મુજીબુર રહેમાનને વર્ષ 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર આપશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.