- ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ
- સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય
- ટેકાનો ભાવ 20 કિલોના 1,020 રૂપિયા નક્કી કરાયા
મહીસાગરઃ ખેડૂતો દ્વારા પકવામાં આવતા અનાજના ભાવ બજારના ભાવ કરતા સારા મળે અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનાજના ટેકાના ભાવ નક્કી કરી પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા રવિ પાકમાં વાવેતર કરવામાં આવેલા ચણાના પાકની 20 કિલોના 1020 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ખેડૂતોએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું
જે માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ટેકાના ભાવે ચણાની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉત્સાહ ભેર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી રહી છે તે નિર્ણયને આવકારી ખેડૂતો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.