મહીસાગર: બાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે ગોધરા રેન્જના IGP તેમજ મહીસાગર પોલીસ અધિક્ષક પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, બાકોર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી ભરત ડામોર લુણાવાડા જવાનો છે.
આ બાતમીને આધારે તેમણે લંભુ ગામે ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી સામે આવી જતા બાકોર પોલીસે તેને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.