ETV Bharat / state

PM મોદી 1 નવેમ્બરે આવશે માનગઢ, ગોવિંદ ગુરૂ સ્મારકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા - Kuber Dindor Minister

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવશે. અહીં તેઓ લુણાવાડા ખાતે માનગઢ ગોવિંદ ગુરૂ સ્મારકની મુલાકાત (PM Narendra Modi to visit Mangadh Hill) લેશે. જલિયાવાલાં બાગ કરતા પણ વધારે કંપાવી દેનારી આ માનગઢની (mangadh hill history ) કહાની છે. ત્યારે વડાપ્રધાન આ દિવસે આ સ્મારકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે.

PM મોદી 1 નવેમ્બરે આવશે માનગઢ, ગોવિંદ ગુરૂ સ્મારકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા

author img

By

Published : Oct 27, 2022, 7:33 AM IST

Updated : Oct 27, 2022, 10:09 AM IST

મહીસાગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે મહીસાગર પ્રવાસ દરમિયાન લુણાવાડા ખાતે માનગઢ ગોવિંદ ગુરૂ સ્મારકની પણ (PM Narendra Modi to visit Mangadh Hill) મુલાકાત (Govind Guru Smarak) લેશે. જલિયાવાલા બાગ કરતાં પણ કંપારી છોડાવી દેનારી કહાની છે. ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર (Rajasthan Madhya Pradesh Border) પર આવેલા માનવઢ હિલ કે, જ્યાં આદિવાસી સમાજના સમાજ સુધારક ગોવિંદ ગુરૂની ધૂણી આવેલી છે, જ્યાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે.

આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી

આદિવાસી સૂરમાઓ થયા હતા શહીદ માનગઢ ખાતે 1507 જેટલા આદિવાસી સુરમાઓ (tribal society in india) 17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા અને જલિયાવાલાં બાગ કરતા મોટો નરસંહાર થયો (tribal genocide in india) હતો. આ સ્થળ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi to visit Mangadh Hill) પહેલી નવેમ્બરે આવશે. ત્યારે આ સ્થળને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવી તેવી શક્યતાઓ છે. જેને લઇ આદિવાસી સમાજમાં ઉત્સાહ છે. ત્યારે આ મુલાકાત પહેલા માનગઢ અંગે આવો જાણીએ, જાણીએ તેની કહાની અંગે, જાણીએ તેના બલિદાન અંગે અને જાણીએ જલિયાવાલા બાગ કરતાં પણ મોટી ઘટના અંગે.

PM મોદી ગોવિંદ ગુરૂ સ્મારકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે

ઘટના જલિયાવાલા બાગ સંહારને મળતી આવે છે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર (Rajasthan Madhya Pradesh Border) પર અરવલ્લી પર્વત શ્રૃંખલામાં દફન છે. અંદાજિત એક સદી પહેલા 17 નવેમ્બર 1913એ અંજામ આપવામાં આવેલા બર્બરતાભર્યા આદિવાસી નરસંહારની (tribal genocide in india) કહાની. બાંસવાડા, પંચમહાલ, ડુંગરપુર જિલ્લાના વિસ્તારોમાં વસેલા ભીલ ગામોમાં જઈને અને મૌખિક ઈતિહાસ તથા એકેડેમિક શોધના પન્નાને પલટીને એક એવી અપરિચિત ત્રાસદીનો પર્દાફાશ કર્યો, જે 13 એપ્રિલ 1919 પંજાબમાં થયેલા જલિયાવાલા બાગ નરસંહારને મળતો આવે છે. આમાં અંગ્રેજ જનરલ ડાયરના આદેશ પર પોલીસે 379 લોકોને ગોળીઓથી વિંંધી નાખ્યા હતા. જોકે, રાષ્ટ્રવાદી ઈતિહાસકારોનું માનીએ તો તેમાં માર્યા ગયેલાઓની સંખ્યા 1000થી વધુ હતી.

માનગઢ ખાતે 1507 જેટલા આદિવાસી સુરમાઓ (tribal society in india) 17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા

ગોવિંદ ગુરૂએ શરું કર્યું ભગત આંદોલન ભીલોના મૌખિક ઈતિહાસ પર વિશ્વાસ કરીએ તો, માનગઢ ટેકરી પર અંગ્રેજી ફૌજે આદિવાસી નેતા અને સુધારક ગોવિંદ ગુરૂના 1,500 સમર્થકોને ગોળીઓથી વિંંધિ નાખ્યા હતા. રાજસ્થાનના ડુંગરપુર પાસે સ્થિત વેદસા ગામના નિવાસી ગોવિંદ ગુરૂ વણજારા સમાજના હતા. તેમણે 19મી શતાબ્દી પછી ભીલો વચ્ચે તેમના સશક્તિકરણ માટે ભગત આંદોલન ચલાવ્યું હતું. આના કારણે ભીલોને શાકાહાર અપનાવવાનો હતો અને દરેક પ્રકારના માદક પદાર્થોથી દૂર રહેવાનું હતું. ગુરૂથી પ્રેરિત થઈને ભીલોએ અંગ્રેજોની દમનકારી નીતિઓનો વિરોધ કર્યો અને તે બાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા જબરજસ્તી કરીને કરાવવામાં આવતી બંધુઆ મજુરીના વિરોધમાં ઊભા થયા હતા.

ભીલોએ ટેકરી ખાલી કરવાની ના પાડી એ સમયે હત્યાકાંડમાં (tribal genocide in india) માર્યા ગયેલા લોકોના વંશજો આજે પણ એ દિવસને યાદ કરે છે અને વિવિધ બનાવો વાગોળે છે. માર્યા ગયેલાઓમાં મગન હીરા પારઘીના દાદા ધરજીનો પણ સમાવેશ થાય છે. બાંસવાડાના અમલિયા ગામના રહેવાસી 75 વર્ષીય મગન કહે છે, મારા પિતા હીરા પારઘી, જેઓ એક દાયકા પહેલા મૃત્યુ પામ્યા હતા, તેઓ કહેતા હતા કે, જ્યારે ભીલોએ ટેકરી ખાલી કરવાની ના પાડી દેતા હતા અને અંગ્રેજો તેમને તેવું કરવા માટે મનાવી શક્યા નહતા, ત્યારે ગોળીબાર શરૂ થયો હતો.

ચળવળમાં અગ્નિદેવને પ્રતિક મનાયા ઐતિહાસિક સંશોધનો પણ ભીલોના આ મૌખિક ઇતિહાસની પુષ્ટિ કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ઈતિહાસ ભણાવતા 43 વર્ષીય અરુણ વાઘેલાએ કહ્યું હતું કે, ગોવિંદ ગુરુએ 1890 ના દાયકામાં ભીલો વચ્ચે તેમનું આંદોલન શરૂ કર્યું હતું. ચળવળમાં અગ્નિ દેવને પ્રતિક માનવામાં આવતા હતા. અનુયાયીઓને પવિત્ર અગ્નિની સામે ઊભા રહીને પૂજા સાથે હવન (એટલે ​​કે ધૂની) કરવાનું હતું. વર્ષ 1903માં ગુરુએ તેમની ધૂની માનગઢ ટેકરી ખાતે જમાવી. તેમના આહ્વાન પર ભીલોએ 1910 સુધી તેમની 33 માંગણીઓ અંગ્રેજો સમક્ષ રજૂ કરી હતી. આમાં મુખ્ય માંગણીઓ અંગ્રેજો અને સ્થાનિક રજવાડાઓ દ્વારા કરવામાં આવતી બંધુઆ મજૂરી લાદવામાં આવતા ભારે કર અને ગુરુના અનુયાયીઓ પર થતા જૂલમને લગતી હતી. જ્યારે અંગ્રેજો અને રજવાડાઓએ આ માંગણીઓ સ્વીકારવાની ના પાડી અને તેઓએ ભગત ચળવળને તોડવાનું શરૂ કર્યું. ત્યારે ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ભીલોના સંઘર્ષે નિર્ણાયક વળાંક લીધો હતો.

ભીલોને વિખેરવા અંગ્રેજોએ હવામાં ગોળીબાર કર્યો ભીલોએ માનગઢ ટેકરીને કિલ્લામાં ફેરવી દીધી હતી, જેની અંદર દેશી બંદૂકો અને તલવારોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ભાનજી રંગજી ગરાસિયા કહે છે, તેમણે બ્રિટિશ દળોનો સામનો કર્યો કારણ કે તેમને ગોવિંદ ગુરુની આધ્યાત્મિક શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. તેઓએ વિચાર્યું કે ગુરુની શક્તિ ગોળીઓને ભમરીમાં ફેરવી દેશે. મેવાડ ભીલ કોર્પ્સની આગેવાની હેઠળ ત્રણ બ્રિટિશ અધિકારીઓ અને તેમના રજવાડાઓની સેનાએ સંયુક્ત રીતે માનગઢને ઘેરી લીધું અને ભીલોને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો, જેણે પાછળથી એક બર્બર નરસંહારનું (tribal genocide in india) સ્વરૂપ લીધું.

વનવિભાગ દ્વારા પુસ્તક પ્રકાશિત કર્યું હતું ગુજરાત વન વિભાગે (Gujarat Forest Department) ગોવિંદ "ગુરુ ધ ચીફ એક્ટર ઓફ ધ માનગઢ રિવોલ્યુશન" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમાં લખે છે કે, હુમલા માટે ઉપયોગમાં લેવા માટે મશીનગન અને તોપો ખચ્ચર અને ગધેડા પર લાદવામાં આવી હતી અને માનગઢ અને અન્ય નજીકની ટેકરીઓ પર લાવવામાં આવી હતી. જેની કમાન બ્રિટિશ અધિકારીઓ મેજર એસ.બેઈલી અને કેપ્ટન ઇ.સ્ટોલીના હાથમાં હતી. આ પુસ્તકના શોધકાર્યને સંચાલિત કરનારા પૂર્વ પ્રધાન સચિવ એસ કે નંદાએ કહ્યું હતું કે, વિભાગે આ પુસ્તકને તૈયાર કરવા માટે અધિકારીઓ, ઈતિહાસકારો અને નવા શોધાર્થિઓની મદદ લીધી હતી.

ગોવિંદ ગુરુ પકડાયા પછી થઈ આજીવન કેદ આ હુમલો કરવામાં આ વિસ્તારના ફિરંગી એજન્ટ આર.ઈ. હેમિલ્ટનનો પણ મોટો હાથ હતો. 14 ફેબ્રુઆરી, 1914ના રોજ, USA ની યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સંશોધક રીમા હૂજાએ તેમના પુસ્તક અ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં તત્કાલીન ઉત્તર વિભાગના કમિશનર આર.પી.બેરોનો અહેવાલ કહે છે, ઘણા ભીલો માર્યા ગયા, ઘાયલ થયા અને લગભગ 900 જીવતા પકડાયા, જેઓ ગોળીબાર છતાં માનગઢ હિલ ખાલી કરવા તૈયાર ન હતા. ગોવિંદ ગુરુને પકડવામાં આવ્યા, તેમના પર કાર્યવાહી કરવામાં આવી અને તેમને આજીવન કેદની સજા કરી જેલમાં મોકલવામાં આવ્યા. તેમની લોકપ્રિયતા અને સારા વર્તનને કારણે, તેમને 1919માં હૈદરાબાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તે રજવાડાઓમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યાં તેમના સમર્થકો હતા.

ગોવિંદ ગુરૂ અને માનગઢ હત્યાકાંડ ભીલોની સ્મૃતિનો એક ભાગ બની ગયા ગોવિંદ ગુરૂ અને માનગઢ હત્યાકાંડ (tribal genocide in india) ભીલોની સ્મૃતિનો એક ભાગ બની ગયા છે. તેમ છતાં, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલા બાંસવાડા-પંચમહાલના દૂરના વિસ્તારમાં દટાયેલી આ ઐતિહાસિક દુર્ઘટનાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં ફૂટનોટથી વધુ કોઈ સ્થાન મળતું નહોતું. વાઘેલા કહેતા કે, સરકારે માત્ર માનગઢ હત્યાકાંડ પર જ નહી, પરંતુ વસાહતી સત્તા સામે ઊભરેલા સમાન આદિવાસી સંઘર્ષો પર પણ મોટા સંશોધન માટે ગ્રાન્ટ આપવી જોઈએ. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આદિવાસીઓ સાથે આવું સાવકું વર્તન શા માટે ? જોકે હવે સ્થિતિ થોડી બદલાયેલી જોઈ શકાય છે.

2013માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્રનું કર્યું હતું સમ્માન વર્ષ 1997માં ઉત્તર ગુજરાતના વિજયનગર નજીક પાલ-ચિતારિયામાં અંગ્રેજો દ્વારા 1922માં 1,200 આદિવાસીઓના નરસંહાર (tribal genocide in india) પરથી 1997માં પડદો ઉચકાયો હતો. જોકે, આશાઓ પૂરી રીતે દફન નથી. ગુજરાત સરકારે વર્ષ 2013માં 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે, તે અંગ્રેજો સામે આદિવાસીઓની શહાદતની શતાબ્દી ઉજવાશે. માનગઢ હિલ પર ગોવિંદ ગુરુના નામે
બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા ગુજરાતના તે વખતના મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્ર માનસિંહનું પણ સન્માન કર્યું હતું. તે સમયના કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં 80,000 થી વધુ ભીલોએ ભાગ લીધો હતો. હવે ફરી જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે ત્યારે વધુ એક વખત માનગઢ આવી રહ્યા છે અને અહીં વિવિધ કાર્યક્રમો અને તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી આ અંગે રાજ્ય પ્રધાન કુબેર ડિંડોરે (Kuber Dindor Minister) જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવા માટે જેમણે બલિદાન આપ્યા છે, એવી ધરતી છે, જેને ઉજાગર કરવાનું કામ કર્યું છે, જે સમયે ગુજરાતનાં મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન તરીકે માનગઢની ધરતી પર પધારી રહ્યા છે. જેને લઈ આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જનતા ખુશ છે. અમારી આદિવાસી સમાજની વિશેષ માગ એ રહી છે, આ માનગઢની ધરતી ઐતિહાસિક ધરતી છે. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુના નેતૃત્વમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયો હતો. દેશને આઝાદી અપાવવા માટે અને આદિવાસી સમાજના 1507 જેટલા વીર શહીદો શહીદ થયા હતા તે ધરતી છે.

આઝાદી પહેલા થયું પ્રચાર પ્રસારનું કાર્ય તેમણે ઉમેર્યું હતું કે, માનગઢની ધરતી પર ગોવિંદ ગુરૂના નેતૃત્વમાં 1,800 ધૂણીઓ અને 7,200 જેટલા જનકલ્યાણ કેન્દ્રોના માધ્યમથી સમાજ સુધારણા અને રાષ્ટ્રનિર્માણનું કામ, પર્યાવરણની જાળવણીનું કામ, વ્યસન મુક્તિના કામ અને સ્વદેશી આંદોલનો, એ સમયે એમણે આઝાદી પહેલા પ્રચાર પ્રસાર કર્યા હતા. મને એ કહેતા એ બાબતનો આનંદ છે, એ સમયે બંગાળથી વંદે માતરમનો નારો લાગી રહ્યો હતો. બીજી તરફ પંજાબથી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાનું સૂત્ર ગુંજી રહ્યું હતું. અને ઝારખંડની ધરતી પરથી બિરસા મૂંડાના નેતૃત્વમાં જય જવાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈનું સૂત્ર ગુંજી રહ્યું હતું. તે સમયે આ માનગઢની ધરતી પર જીવો તો ગાંવ માટે અને મરો તો દેશ માટેનું સૂત્ર ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજને આપીને રાષ્ટ્રપ્રેમ જગાવવાનું કામ કર્યું હતું.

રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી માગ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, 17 નવેમ્બર 1913ના દિવસે જે હત્યાકાંડ (tribal genocide in india) થયો એમાં 1507 સુરમાઓ શહીદ થયા એની યાદમાં આ 1 લી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢ ખાતે ગોવિંદ ગુરુ સ્મારકને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરે એવી અમારા સમાજની માગ છે, અને એ થશે. અને વિશેષમાં મને એ કહેતા આનંદ છે કે 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો, તેના પહેલા 7 વર્ષ અગાઉની આ ઘટના છે. જ્યાં 379 લોકો શહીદ થયા હતા. તેમ છતાં તેને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. અમારા સમાજની અને પૂરા રાષ્ટ્ર માટેની આ ધરોહર છે. એટલે અમારી બધાની માંગણી હતી કે, આને પણ રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવે. 1507 જેટલા વીર શહીદો શહીદ થયા હતા અને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવે એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનમાં કલ્પના હતી. અને એ માનગઢની ધરતી થી વાકેફ છે. જેથી 1 લી નવેમ્બરે સંતો, મહંતો, ગુરૂજનો અને ગોવિંદ ગુરુના અનુયાયીઓને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે.

Last Updated : Oct 27, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.