- 20 હજારની વસુલીના કારણે હત્યા
- તીક્ષ્ણ હથિયાર દ્વારા કરવામાં આવી હત્યા
- પત્નીનૂ પણ કરવામાં આવી હત્યા
મહીસાગર: જિલ્લામાં પોલીસ અધિક્ષક રાકેશભાઈ બારોટ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, લુણાવાડા ટાઉન પોલીસ તેમજ LCB અને SOG ના સંયુકત ઓપરેશન દ્વારા આજુ-બાજુ રહેતા કેટલાય લોકોની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને કળીરૂપ મોબાઈલની પણ સઘન શોધ ખોળ હાથધરી હતી.
તીક્ષ્ણ હથિયારથી હત્યા
ત્રિભુવનદાસ પંચાલના ઘરે થી માત્ર 500 મીટરની ત્રિજ્યામાં હોવાનું અનુમાન હતું. ત્યારે જે વ્યક્તિ પર પહેલા જ દિવસથી શંકા હતી તેવા ગોલાના પાલ્લા ગામના વાતની ભીખાભાઇ ધુળાભાઈ પટેલ દ્વારા બુધવારની રાત્રે સમય 8:00 કલાકે પાછળના લોખંડના દરવાજાની રેલિંગ કૂદીને ત્રિભુવનદાસ પંચાલના કમ્પાઉન્ડ વોલમાં પોહચ્યાં હતા અને તેમને બહાર બોલાવી પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હતી.
પત્નીની પણ કરવામાં આવી હત્યા
તેમની પત્ની ત્રિભુવનદાસનો અવાજ સંભળાતા તેઓ તે ઘટના સ્થળે પહોચ્યા હતા અને આરોપી ને જોઈ જતાં તેમને પણ પાછળના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી ઘરમાં જ કરપીણ હત્યા કરી નાખી હતી અને આરોપી પાછળનો દરવાજો ખોલી ત્રિભુવનદાસ પંચાલના મોબાઈલ ફોન અને હત્યા કરેલ તીક્ષ્ણ હથિયાર પોતાના ઘરના એક ખૂણામાં મૂકી દીધા હતાં અને ઘરે મૂકી ત્યારે આ બાબત અંગે તેઓ કશું જાણતા ન હોય તેમ વર્તી તેઓ પોતાનો નિત્યા ક્રમે ફરતા હોય તેવો ઢોંગ કરી આ ગુનાહિત કૃત્યને છુપાવવા માટેના તમામ પ્રયત્ન કર્યા હતાં.
આ પણ વાંચો : મોરબી જળ હોનારતને 42 વર્ષ વીતી ગયા, યાદ કરાતા આવી જાય છે આંખમાં પણી
20 હજારની વસુલીમાં હત્યા
પોલીસી ટીમ દ્વારા તેમની પણ સઘન પૂછ પરછ કરતાં તેઓ દ્વારા માત્ર 20 હજાર જેવી રકમની ઉઘરાણી બાબતે ત્રિભુવનદાસ પંચાલ દ્વારા ભિખાભાઈ પટેલને અપશબ્દો બોલતા આ ડબલ મર્ડર કર્યા હોવાનો ગુનો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા ગુનાહિત કામે લીધેલ તમામ મુદ્દા માલ પકડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અન્ય દેવી-દેવતાઓએ ત્યજેલા શણગારને શિવે કર્યા ધારણ