ETV Bharat / state

Healthy Food in Winter : શિયાળો જામતાં મહીસાગર જિલ્લાના બજારોમાં સૂકો મેવો અને વસાણાંની માંગ વધી - ડ્રાય ફ્રૂટ

શિયાળો જામ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાની બજારોમાં વસાણાં અને સૂકો મેવો ડિમાન્ડમાં છે. શરીરને ગરમાહટ આપતાં અને ઇમ્યુનિટી વધારતાં શિયાળુ પાકની વાનગીઓ ઘરમાં પણ બનાવાઇ રહી છે અને બજારમાં પણ મોંઘા ભાવે વેચાઇ રહી છે.

Healthy Food in Winter : શિયાળો જામતાં મહીસાગર જિલ્લાના બજારોમાં સૂકો મેવો અને વસાણાંની માંગ વધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 2:42 PM IST

વસાણાં અને સૂકો મેવો ડિમાન્ડમાં

મહીસાગર : શિયાળાની ઋતુમાં ઠંડીના આગમન સાથે જ વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે આર્યુવેદમાં પણ વસાણાં ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાની વાત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ મહીસાગર જિલ્લાના બજારોમાં વસાણાંની ચીજવસ્તુઓની માંગમાં વધારો જોવા મળ્યો હતો.

ઇમ્યુનિટી વધારે છે વસાણાં : વસાણાં એટલે ખાવામાં આવતી વસ્તુઓ, જેમાં પાક, મેથી પાક, ગુંદર પાક, અખરોટ પાક, આદુ પાક, ગોળના લાડુ અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આખા વર્ષે માટેની ઇમ્યુનિટી મેળવવા માટે શિયાળો ઉત્તમ ઋતુ ગણાય છે. શિયાળાની કડકડતી ઠંડીના આગમન સાથે મહીસાગર જિલ્લામાં વસાણાંની માંગ વધી ગઈ છે. આ વર્ષે શિયાળાની ધીમા પગલે શરૂઆત થયા બાદ ડીસેમ્બર મહિના પછી પણ ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે લોકો ઘરમાં શિયાળુ પાક બનાવવાનું શરૂ કરી દીધું છે.

વસાણામાં શું શું વપરાય : વડીલો દ્વારા જુની પરંપરાગત વાનગી બનાવવાની રીત કાઢીને શિયાળામાં વસાણું બનાવવાની શરુઆત કરી દીધી છે. શરીર સ્વાસ્થd/ વધારવા માટે વર્ષોથી ઘણા બધા લોકોના ઘરોમાં આજે પણ શિયાળામાં વસાણાં બનાવવાની પરંપરા હજુ પણ ચાલુ જ છે. જુદાજુદા સુકામેવા, કાજુ, બદામ, ટોપરુ, ઘી, મેથી, સુંઠ, પીપરામૂળ, ખારેક, સફેદ મુસળી, તમામ જેવા શરીરને ફાયદાકારક વસ્તુઓ ભેગી કરીને મેથીના લાડવા, ગુંદરનીપેજ, બદામપાક, અડજપાક, ખારેકપાક, ખજુર પાક જેવા વસાણા લોકો બનાવતા હોય છે. આ ઉપરાંત બજારમાં તલ ચીકી, સિંગ ચીકી, શિયાળામાં વસાણાં ખાવા સ્વાસ્થપ્રદ હોવાથી મહીસાગર જિલ્લાના બજારોમાં વસાણા બનાવવા માટે ડ્રાયફુટ, મેથી, સુંઠ, ગંઠોડા સહિતની માંગ વધી ગઇ છે.

વેપારીની પ્રતિક્રિયા : વેપારી અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે હાલમાં બજારની અંદર વસાણાંની ચીજ વસ્તુઓની ભારે માંગ વધી રહી છે, આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળો બેસ્ટ ઋતુ ગણાય, હાલમાં પબ્લિક પોતાના હેલ્થ માટે કોન્સિયસ છે, ત્યારે હાલમાં બજારની અંદર જેમાં વસાણાંની અંદર ગુંદરપાક, મેથીપાક જેવી વસ્તુઓનો વસાણાંમાં સમાવેશ થતો હોય તેના રો મટેરિયલ જેના ઉપયોગ માટે ભારે ઘસારો જોવા મળતો હોય છે.

ગઇ સાલ કરતાં ભાવ ઓછો : અન્ય એક વેપારી નિમેષે જણાવ્યુ કે, શિયાળામાં ડ્રાય ફૃટનો ક્રેઝ વધી રહ્યો છે. અમારે ત્યાં કાજુ, બદામ, દ્રાક્ષની કસ્ટમરની માંગ વધારે વધી રહી છે, સારી ક્વોલિટીના સાથે અમે ધૂમ વેચાણ કરી રહ્યા છીએ અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે, ગઈ સાલ કરતાં બધામાં ભાવ ઓછો થયો છે. ગઈ વખતે કાજુ બદામનો ભાવ 800થી 900 હતા, જેમાં 150 થી 200 રૂ. જેટલો ઘટાડો થયો છે, આ બધી ચીજ વસ્તુઓ છે એ શિયાળામાં ઠંડીથી બચવા માટે ઉપયોગી વસ્તુઓ વાસણા બનાવવા માટેની છે. જેનું અત્યારે ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

  1. રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ બનાવી રહ્યા છે અડદિયા, લાખો રુપિયાનો વેપાર
  2. શિયાળાનો કિંગ એટલે અડદિયા, જાણો કેવી રીતે બને છે અને કઈ રીતે છે ફાયદાકારક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.