ETV Bharat / state

પગિયાના મુવાડા ગામે વીજ કરંટથી 27 વર્ષીય યુવાનનું મોત, લૂણાવાડા પોલીસે તપાસ શરુ કરી - પગિયાના મુવાડા

લૂણાવાડાના પગિયાના મુવાડા ગામે વીજ કરંટ લાગતા યુવાનનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા લૂણાવાડા પોલીસને કરાઇ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

પગિયાના મુવાડા ગામે વીજ કરંટથી 27 વર્ષીય યુવાનનું મોત, લૂણાવાડા પોલીસે તપાસ શરુ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 2:50 PM IST

મહીસાગર : લૂણાવાડાના પગિયાના મુવાડા ગામે વીજ કરંટ લગતા 27 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. કોઈ અગમ્ય કારણોસર યુવાન ગામમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો જેને લઈને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરાઇ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને PM અર્થે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે.

27 વર્ષીય પગી પર્વતભાઇ નાનાભાઈ ગઇકાલે પોતાની જાતે પગિયાના મુવાડા ગામે આવેલ વીજ થાંભલાના ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો અને તે દરમ્યાન ચાલુ લાઇન હોવાથી કોઇક જગ્યાએથી કરંટ લાગતા તેનું ડીપી પર મોત નીપજ્યું છે. હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...અંશુમન નિનામા (પીઆઈ, લૂણાવાડા પોલીસ સ્ટેશન)

ટ્રાન્સફોર્મર પર યુવાન જાતે ચડી ગયો : લૂણાવાડાના પગિયાના મુવાડા ગામે વીજ કરંટ લગતા 27 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત અગમ્ય કારણોસર યુવાન ગામમાં આવેલ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો જેને લઈને કરંટ લાગતા પગી પર્વતભાઇ નાનાભાઈનું મોત નીપજ્યું છે. જોકે, બનાવના પગલે ઘટના સ્થળ પર ગ્રામજનો ભેગા થઈ ગયાં હતાં. સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે અને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાન જાતે ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો
યુવાન જાતે ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો

પોલીસે તપાસ હાથ ધરી : બનાવની મળતી માહિતી મુજબ લૂણાવાડાના પગિયાના મુવાડા ગામે રહેતો પગી પર્વતભાઇ નાનાભાઈ ગઇકાલે બપોરના સમયે ગામમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર પર ચઢી ગયો હતો. તે દરમિયાન અચાનક તેને કોઇક સ્થળેથી કરંટ લાગતા વીજ ટ્રાન્સફોર્મર પર ચોટી ગયો હતો. યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું ડીપી ઉપર મોત થયું હતું. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ યુવાનને ક્યાંથી કરંટ લાગ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Kheda News: ખેડામાં વીજ કરંટ લાગતાં દેરાણી-જેઠાણીના મોત, પરિવાર દુઃખમાં

Child dies of electrocution in Surat : સુરતના સગરામપુરા વિસ્તારમાં 8 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.