મહીસાગર : દુષ્કર્મના આરોપીને મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે. ખાનપુર તાલુકાના સરહદીય વિસ્તારમાં વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના બની હતી. ખાનપુર તાલુકાના સરહદીય વિસ્તારમાં ઢોર ચરાવી રહેલ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી અને ચાંદીના કડલા લૂંટવાનો પ્રયાસ કરી આરોપી નાસી છૂટ્યો હતો. વર્ષ 2022 ના ફેબ્રુઆરી માસમાં ઘટના બનતા બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા જેલમાં રહેલા આરોપીને કોર્ટ દ્વારા ઓનલાઇન સાંભળવામાં આવ્યો અને સજા પણ ઓનલાઇન સંભળાવી આરોપી પ્રવીણ ઉર્ફે પનિયાને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે.
ચાંદીના કડલાં લૂંટવાનો પ્રયાસ : ન્યાયાલયના જજમેંટ મુજબ હકીકત એવી છે કે, આ આરોપી 5 ફેબ્રુઆરીએ ત્રાકડી-વખતપુર ગામે પોતાનુ મોટર સાઈકલ લઈ ત્રાકડી વખતપુર ગામની સીમમાં આવી બાઈક રોડ પર ઉભુ રાખ્યું અને ફરીયાદી ભોગબનનાર સીમમાં એકલા ઢોર ચરાવતા હતા. ત્યારે આરોપી તેમની પાસે જઈને પીવાનું પાણી માંગ્યું હતું. પાણી પીને આરોપીએ ભોગ બનનારે પહેરેલાં ચાંદીના કડલાં કાઢી આપી દેવા કહ્યું હતું. ત્યારે વૃદ્ધાએ ના પાડતા આરોપીએ લાતો અને ગડદાથી માર મારી અને કડલાં કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો બર્બરતાઃ તેલંગણામાં 85 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ હત્યા
વૃદ્ધા પર દુષ્કર્મ કર્યું : તેમ છતાં કડલાં ન નીકળતા આરોપીએ કોઈકને ફોન કરીને કહ્યું હતું કે સાણસી લઈને આવ, ત્યારે વૃદ્ધા બૂમો પાડવા જતા તેનું મોંઢુ દબાવી મોંઢામાં કાદવ નાખી તેનો કબજો અને ચણીયો ફાડી નાખી અને તેની આબરૂ લીધી હતી અને ત્યારબાદ આરોપીએ નજીકમાંથી સેન્ટીંગના તાર લઈ આવી કડલા કાઢવા પ્રયત્ન કરેલ હતો. પણ ન નીકળતા આખરે ફરિયાદી આરોપી પાસેથી છુટીને તેમનો સાડલો વીંટાળીને તેમના ઘર તરફ ગયા હતા, આમ આરોપીએ તેને ઈજાઓ પહોંચાડી ચાંદીના કડલા કાઢી લૂંટ કરવાની કોશીશ કરેી હતી અને વૃદ્ધા પર દુષ્કર્મ આચરેલું હતું
પોલીસ ફરિયાદ નોંધાવાઇ : આ ઘટનાને લઇને વૃદ્ધાએ આરોપીએ ગુનાઓ કરેલ હોવાનો વિગતો સાથે બાકોર પોલીસ સ્ટેશને કલમ-376,393, 394 મુજબનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં મહીસાગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાગતા વળગતા સાહેદના નિવેદનો લઈ તપાસના અંગે આરોપી વિરૂધ્ધ પુરતા પુરવા જણાતા જે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પનીયો મસુરભાઇ પગી, ઉ.વ.21, ધંધો. ખેતી, રહે, ઘાટડા, પગી ફળિયા, તા.વીરપુર, જી.મહીસાગરનાઓને ભારતીય દંડ સંહીતાની કલમ-376 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આજીવન સખત કારાવાસની સજા ફરમાવવામાં આવી છે. તેમજ રુપિયા 20,000 દંડ ફરમાવવામાં આવે છે.
આ પણ વાંચો Surat Crime News : સુરતમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ
શું હુકમ થયો : આરોપી પ્રવીણ ઉર્ફે પનીયાને ભારતીય દંડ સંહિતાની કલમ- 394 મુજબના ગુનામાં દોષિત ઠરાવાયો હતો.તેને 10 વર્ષની સખત કેદનીની સજા ફરમાવવામાં સાથે રુપિયા 10,000 દંડ ફરમાવવામાં આવ્યો છે. જો આરોપી દંડની રકમ ના ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.કિ.પ્રો. કોડની કલમ-427 મુજબ આરોપીએ ઉપરોકત એકીસાથે ભોગવવાની રહેશે. સજાનો વોરંટ પોલીસ કર્મચારી ઘ્વારા રૂબરૂ સૌ પ્રથમ સંતરામપુર જેલમાં મોકલવાનો હુકમ કથયો છે. સંતરામપુર જેલ સત્તાવાળા આ સજા વોરંટનો હુકમ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. આ હુકમની એક નકલ આરોપી જે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે ત્યાં મોકલી આપવા યોગ્ય કાર્યવાહી કરવી. આ ચૂકાદો 16મી માર્ચ 2023ના રોજ હેમંતકુમાર અરવિંદરાય દવે સેશન્સ જજ, લૂણાવાડા, મહીસાગરની ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો હતો.