ETV Bharat / state

મહીસાગર LCBએ પોક્સો ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો - પોક્સોના ગુનાનો આરોપી ઝડપાયો

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મહીસાગર પોલીસે વિરપુર પોલીસ સ્ટેશનના પોક્સો ગુનાનો નાસતા ફરતા આરોપીને દબોચી લીધો છે.

Mahisagar News
Mahisagar News
author img

By

Published : Sep 6, 2020, 7:55 AM IST

લુણાવાડા: પંચમહાલ ગોધરા રેન્જ IGP એમ.એસ.ભરાડાની નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સ્પેશયલ ડ્રાઈવ હોવાથી મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB PI વી.ડી.ધોરડા તથા PSI એમ. કે. માલવીયાએ LCB સ્ટાફના માણસોને ખાનગી બાતમીને આધારે પોક્સો ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

માહિતી મળી હતી કે, વિરપુર પોલિસ સ્ટેશનનો ફરાર આરોપી કાનજી રાયમલ સોલંકી અમદાવાદ સીટીના પીપળજ ગામમાં મજૂરી કામ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આરોપીની તપાસ માટે પોલીસની ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા કાનજી સોલંકી મળી આવતા તેની નારોલ પોલીસ સ્ટેશન ખાતે નોધ કરાવી આરોપીને પકડી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિરપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.