ETV Bharat / state

Dragon Fruit: મહીસાગરના ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતીથી ઉભી કરી મબલક આવક, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી - cultivate dragon fruit and how much profit

મહીસાગર જિલ્લાના રાજપુર ગામે સુરેશભાઈ પટેલ નામના ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી લાખોની આવક ઉભી કરી છે. ડ્રેગન ફ્રુટની ખેતી માટે એક વાર 5.5 લાખનું રોકાણ અને 1 વર્ષ પછી ફળ આવે છે અને 25 વર્ષ સુધી ખેતી શક્ય બને છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 30, 2023, 3:53 PM IST

સુરેશભાઈ પટેલ ડ્રેગન ફ્રુટની ખેતી કરી લાખોની આવક ઉભી કરી

મહીસાગર: રાજપુર ગામે પ્રગતિશિલ ખેડૂત સુરેશભાઈ પટેલે સોશિયલ મીડિયાની મદદથી ક્મલમ ફ્રુટની ખેતી કરી છે. સુરેશભાઈ પટેલે પોતાની વાડીમાં 2.5 વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. કમળ જેવું દેખાતું અને કાંટાળું કેકટસ જાતનું ડ્રેગન ફ્રૂટ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ફળ માનવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં તેની ખેતી પણ વધી રહી છે. ડ્રેગન ફ્રૂટને ગુજરાત સરકાર દ્વારા કમલમ્ ફ્રુટ નામ આપ્યુ છે.

એક થાંભલામાં સિઝનમાં 15 કિલોનું ઉત્પાદન
એક થાંભલામાં સિઝનમાં 15 કિલોનું ઉત્પાદન

ડ્રેગન ફુટનું ઉત્પાદન: સુરેશભાઈ પેટેલે આ ડ્રેગન ફ્રૂટની ખેતી બે વિઘા જમીનમાં રોપાનો ઉછેર કર્યો છે. તેમણે પોતાના ખેતરમાં હાલમાં 560 પોલ નાખેલ છે. દરેક પોલ ઉપર ગેલ્વેનાઇઝની રિંગ અને તે રિંગ ઉપર ટાયર લગાવેલા છે. બે રોપા વચ્ચેનું અંતર 8 ફૂટનું અંતર રાખવામાં આવે છે. જેથી 2240 રોપાઓ વાવેતર થાય છે. એક થાંભલામાં સિઝનમાં 15 કિલોનું ઉત્પાદન થાય છે અને ભાવની દૃષ્ટિએ વાત કરીએ તો ચાલુ સીઝનમાં 150 રૂપિયાથી 200 રૂપિયા સુધીના ભાવો આવે અને ઓફ સિઝનમાં તેના ભાવ 250થી 300 જેટલો આવે છે. સુરેશભાઈ ડ્રેગન ફ્રૂટના રોપા શ્રી હરિ હોર્ટીકલ્ચર, કરજણથી લાવ્યા હતાં. હાલમાં આ ડ્રેગન ફ્રૂટ વાવેતરના 15થી 18 મહિના પછી થાય છે.

ડ્રેગન ફ્રૂટના એક રોપાની કિંમત 60 રૂપિયા

ડ્રેગન ફુટ પાછળ કેટલો ખર્ચ: સુરેશભાઈએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટના એક રોપાની કિંમત 60 રૂપિયા છે. એક વિઘા દીઠ રૂપિયા 5.5 લાખનો ખર્ચ થાય છે. ડ્રેગન ફ્રૂટને દર સાત દિવસે પાણી આપવામાં આવે છે. સુરેશભાઈએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય છે. પરંતુ લાંબા ગાળે આવક સારી રહે છે. ત્રણ કલરના ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થાય છે. અમારે ખેતીમાં ત્રણ જાતના ડ્રેગન ફ્રૂટ છે. જેમાં લાલ, સફેદ અને ગુલાબીની જાત છે. આ ડ્રેગન ફ્રૂટ ખાવાથી ઘણા ફાયદો થાય છે. એક વાર 5.5 લાખનું રોકાણ અને 1 વર્ષ પછી ફળ આવે છે અને 25 વર્ષ સુધી ખેતી શક્ય બને છે.

ડ્રેગન ફ્રુટના ફાયદા: આ ફળના ખાવાથી શારીરિક ફાયદા ઘણા છે. ડ્રેગન ફ્રૂટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું છે. લોહીના ટકા વધે છે. એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. અતિસુંદર અને આકર્ષક દેખાતું અને તમામને જોઈને જ ખાવાનું મન થાય એવું આ ડ્રેગન ફ્રૂટ છે. ખાવામાં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. જેમાં હિમોગ્લોબીનમાં, ડાયાબિટીસના, તેમજ ઇમ્યુનિટી બુસ્ટર માટે ઉપયોગમાં આવે છે. જેને લોહીની ટકાવારી ઓછી છે. તો તેઓની માટે ડ્રેગન ફ્રૂટ ખૂબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં ઉપયોગ થતો હોવાથી માર્કેટ પણ મોટા પ્રમાણમાં ઉભું થયું છે.

25થી વધુ શ્રમિકોને પણ રોજગારી આપી
25થી વધુ શ્રમિકોને પણ રોજગારી આપી

ડ્રેગન ફ્રુટનું ઓનલાઈન વેચાણ: મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડુત સુરેશભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રેગન ફ્રુટનું ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે. આ સાહસથી માત્ર સુરેશભાઈ સમૃદ્ધ થયા નથી, પણ 25થી વધુ શ્રમિકોને પણ રોજગારી આપી છે. ડ્રેગન ફ્રુટ રાજ્યના અન્ય શહેરોમાંથી લોકો લેવા માટે આવે છે. અમે દરેક પ્રકારના ડ્રેગન ફ્રુટ સપ્લાય કરીએ છીએ. આ ઉપરાંત અમારી વાડીમાં બોર, સીતાફળ,પામઓઈલ, અને જામફળની ખેતી કરીએ છીએ. સરકારની યોજના હેઠળ સરકાર તરફથી સબસીડી પણ મળી છે. સુરેશભાઈ જેવા અનેક ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગો કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે સાથે ગુજરાતનું કૃષિ ચિત્ર બદલી રહ્યા છે.

  1. જામનગરના પિતા-પુત્રની જોડીએ બંજર જમીનને ફળદ્રુપ બનાવી ડ્રેગનફ્રૂટનું વાવેતર કર્યુ
  2. Dragon Fruit Farming In Gujarat: તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી, મહિલાઓ માટે બની પ્રેરણા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.