મહીસાગર : બાલાસિનોરમાં નવમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અને જિલ્લા કક્ષાનું પ્રાથમિક બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર મહીસાગર જિલ્લા દ્વારા ત્રણ દિવસ માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અને પ્રાથમિક બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળ વિજ્ઞાન પ્રદર્શન : પ્રતિકાત્મક મોડેલ આધારિત જિલ્લા કક્ષા ઇનોવેશન ફેસ્ટિવલ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોર અને આદિજાતિ વિકાસ ગુજરાત સરકાર દ્વારા ખુલ્લો મુકાયો હતો. જિલ્લા કક્ષાના નવમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર ઇનોવેટીવ શિક્ષકોના નવતર પ્રયોગ બુકલેટનું અભિનંદન અધ્યક્ષ શિક્ષણપ્રધાન અને મંચસ્થ મહેમાનો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
બાલાસિનોર મુકામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો છે. BRC-CRC શિક્ષક મિત્રોએ તૈયાર કરેલા બાળકો અત્યારે 29 જેટલી અલગ અલગ કૃતિઓ, અલગ અલગ સંશોધન, અલગ અલગ ઇનોવેશન લઈને આવ્યા છે. જે ગુરૂજનોએ બાળકોને જે મદદ કરી છે, બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એમને શુભેચ્છા પાઠવું છું. -- ડો. કુબેર ડિંડોર (રાજ્ય શિક્ષણપ્રધાન)
બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન : આ કાર્યક્રમમાં કુલ 28 ઈનોવેટર, 30 માર્ગદર્શક શિક્ષક અને 60 બાળકોએ ભાગ લઈને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 30 કૃતિ રજૂ કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શિક્ષકોએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને ઇનોવેશન ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ ઇનોવેટર્સને પ્રોત્સાહન રૂપે મોમેન્ટો આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણપ્રધાન ડો. કુબેરભાઈ ડિંડોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇનોવેશન ફેસ્ટિવલ : રાજ્યના શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આજે મહીસાગર જિલ્લામાં GCERT ગાંધીનગર પ્રેરિત શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર જિલ્લા મહીસાગર શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત ઉપક્રમે બાલાસિનોર મુકામે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો છે. ખાનપુર, લુણાવાડા, કડાણા,સંતરામપુર, બાલાસિનોર અને વિરપુર આ તાલુકાના BRC-CRC શિક્ષક મિત્રોએ તૈયાર કરેલા બાળકો અત્યારે 29 જેટલી અલગ અલગ કૃતિઓ, અલગ અલગ સંશોધન, અલગ અલગ ઇનોવેશન લઈને આવ્યા છે.
શિક્ષણપ્રધાનએ શુભકામના પાઠવી : ડો. કુબેર ડિંડોરે વધુમાં જણાવ્યું હતું કે, જે ગુરૂજનોએ બાળકોને જે મદદ કરી છે, બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એમને શુભેચ્છા પાઠવું છું. અને બાળકોમાં જે અખૂટ શક્તિ છે અને બહાર લાવવાનું કામ આવા ઇનોવેશન કાર્યક્રમના માધ્યમથી થતું હોય છે અને બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ અમારા જિલ્લા શિક્ષણ સમિતિ અને અધિકારીઓએ કરે છે એમને પણ શુભેચ્છા પાઠવું છું. ઉપરાંત જ્યારે દિવાળી આવી રહી છે તેની પણ શુભકામના પાઠવું છું.