• જિલ્લામાં 45 ટકા જેટલી વરસાદની ઘટ
• ગત વર્ષે જિલ્લામાં 83.09 ટકા વરસાદ થયો હતો
• હાલના સમયમાં જિલ્લામાં 38.13 ટકા વરસાદ
મહીસાગર:-હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જેથી વાવેલા પાકને જીવતદાન મળતાં જિલ્લાના ખેડૂતોને આંશિક રાહત મળી છે જો કે, ગત વર્ષે આ સમય ગાળામાં મહીસાગર જિલ્લામાં 83.09 ટકા વરસાદ થયો હતો. જ્યારે આજની તારીખે જિલ્લામાં 38.13 ટકા વરસાદ જ જિલ્લામાં પડ્યો છે. જેથી હજી જિલ્લામાં 45 ટકા જેટલી વરસાદની ઘટ છે. ખેડૂતોને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના એ હેરાન પરેશાન કર્યા છે ત્યારબાદ હવે ખેડૂતો પર અપૂરતા વરસાદનું જોખમ ઝળૂંબી રહયું છે.
મહિસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટાછવાયાં ઝાપટાં થયાં છે તો કેટલીક જગ્યાએ સારો વરસાદ પણ વરસ્યો છે. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાં પડતાં ખેડૂતો ખુશ થયા હતાં. ખેડૂતો હજી પણ સારા વરસાદની મીટ માંડીને બેઠા છે. જેથી તેઓના વાવેલા પાકને જીવતદાન મળે અને પાક સારો થાય.
આ પણ વાંચોઃ મહીસાગર કલેશ્વરી માં જોવા મળે છે શિલ્પ સ્થાપત્ય અને કલાનો અદ્ભુત વારસો
આ પણ વાંચોઃ વણાકબોરી વિયરમાંથી સિંચાઈ માટે પાણી બંધ કરાયું, હાલ ડેમમાં 70 ટકા પાણી