ETV Bharat / state

મહીસાગર કલેકટર અને DDOએ સગર્ભા મહિલાઓ સાથે વીડિયો કોલીંગ દ્વારા સ્તનપાન વિષે વાર્તાલાપ કર્યો - mahisagar district collector

વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે મહીસાગર જિલ્લામાં સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.બી.બારડે વીડિયો કોલથી સગર્ભા મહિલાઓ સાથે વાર્તાલાપ કરી સ્તનપાનના ફાયદા વિશેનું મહત્વ સમજાવ્યું હતું.

Mahisagar District Development Officer talks to pregnant women about breastfeeding through video calling
મહીસાગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીએ સગર્ભા મહિલાઓ સાથે વીડિયો કોલીંગ દ્વારા સ્તનપાન વિષે વાર્તાલાપ કર્યો
author img

By

Published : Aug 1, 2020, 8:40 PM IST

મહીસાગરઃ વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે મહીસાગર જિલ્લામાં સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.બી.બારડે વીડિયો કોલથી સગર્ભા મહિલાઓ સાથે વાર્તાલાપ કરી સ્તનપાનના ફાયદા વિશેનું મહત્વ સમજાવ્યું હતું.

આજ રીતે જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પણ ઝૂમ દ્વારા 10 સગર્ભા મહિલાઓ સાથે સ્તનપાનના ફાયદા તેમજ શરૂઆતના 1,000 દિવસના ફાયદા વિશે સમજ આપી હતી. સ્તનપાન સપ્તાહના ભાગરૂપે મહીસાગરના આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોરે પણ ઝૂમ એપ્લીકેશનના માધ્યમથી 1થી 7માં જે મહિલાઓની સંભવિત પ્રસૂતિની સંભાવના છે, તેવા 50 સગર્ભા મહિલાઓ સાથે મુખ્ય‍ સેવિકા અને કાર્યકર બહેનો સાથે સ્તનપાનના મહત્વ વિશે વાર્તાલાપ કરી સમજ આપવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓને ઝૂમ એપના માધ્યમથી સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનથી થતા ફાયદાઓથી જાણકારી આપી બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે.

જન્મની સાથે જ કરાવવામાં આવતું અને ત્યાર બાદના પ્રથમ 6 માસ માટેનું ફક્ત સ્તનપાન બાળકો માટે રોગો સામે ઝઝુમવાની અમોઘ શક્તિ પ્રદાન કરે છે તેની સમજ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે કોઈપણ પ્રકારના મેળા કર્યા વિના જનજાગૃતિ માટે સોશિયલ મીડિયા અને ટેલિફોનિક સંવાદનો ઉપયોગ કસરીને મહિસાગર જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.