ETV Bharat / state

અનલોક-4 માં કોરોના સંદર્ભની સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા મહીસાગર જિલ્લા કલેક્ટરની નાગરિકોને અપીલ

કોવિડ-19 ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અનલોક-4 ની ગાઇડલાઇન જાહેર કરી છે. જે હેઠળ કલેકટર આર.બી.બારડે મહીસાગર જિલ્લાના નાગરિકોને અનલોક-4માં પણ કોરોના સંદર્ભે તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

Mahisagar News
Mahisagar News
author img

By

Published : Sep 5, 2020, 2:00 PM IST

લુણાવાડાઃ મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4 અંતર્ગત જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીની છે. જેમાં શાળા-કોલેજો, ઈન્સ્ટીટ્યુટ બંધ રહેશે. જ્યારે ઓનલાઇન શિક્ષણની કામગીરી ચાલુ રહેશે. આ ઉપરાંત સિનેમાહોલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટરો, પણ આ માર્ગદર્શિકા મુજબ બંધ રહેશે તેમ જણાવ્યું છે.

Mahisagar News
Mahisagar News
●આગામી 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે.●સિનેમાહોલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક પણ બંધ રહેશે.●આંતર જિલ્લા અને આંતર રાજ્ય મુસાફરી કરી શકાશે ●વડીલો, બાળકો, સગર્ભા મહિલાઓ ઘરે જ રહેકલેક્ટરે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારો અને ભવિષ્યમાં જે વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે તે તમામ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે. જ્યારે આંતર જિલ્લા અને આંતરરાજ્ય મુસાફરી કરવાની થાય તો કોઈપણ પ્રકારનું પ્રતિબંધ ન હોવાનું વધુમાં ઉમેર્યું હતું.કલેકટરે અનલોક-4 માં પણ કોરોના સંદર્ભે તમામ સાવચેતીઓનું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી હોવાનું જણાવી કોરોના સંક્રમણથી બચવા જેમની ઉંમર 60 કે તેથી વધુ છે તેવા વડીલો અને જેમને અન્ય મોટી બીમારીઓ છે, તેવા વડીલો અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પણ ઘરમાં જ રહે તે ખુબ જરૂરી છે. જાહેર જગ્યાએ, ઘરની બહાર નીકળતા સમયે મુસાફરી કરતા સમયે આવશ્ય માસ્કનો ઉપયોગ કરીએ તેમ જ સાથોસાથ દુકાનો કે જાહેર જગ્યાએ 6 ફૂટનું અંતર જાળવી રાખીએ એ જ આજના સમયે કોરોના સંક્રમણ સામે બચવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.