ETV Bharat / state

મહીસાગર DDOએ સર્વ શિક્ષા અભિયાન કચેરીની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી - Corona cases in mahisagar

ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય કોરોના વાઇરસની મહામારીના સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સર્વ શિક્ષા અભિયાન કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નેહા કુમારીએ કચેરીની વિવિધ શાખાની કામગીરીની સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

મહીસાગર DDO એ સર્વ શિક્ષા અભિયાન કચેરીની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી

author img

By

Published : Aug 25, 2020, 10:26 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાની મહામારી સામે નાગરિકોની આરોગ્યની સુરક્ષાની કામગીરી સાથે સાથે શિક્ષણ, વિકાસના કામ જેવી કામગીરી પણ સતત ચાલતી રહી તે માટે જિલ્લાય વહીવટી, પંચાયત અને પોલીસ તંત્ર સતત પોતાની ફરજો અદા કરી રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સર્વ શિક્ષા અભિયાન કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નેહા કુમારીએ કચેરીની વિવિધ શાખાઓ જેવી કે, જિલ્લા MIS વિભાગ, જેન્ડ્ર એજયુકેશન, સિવિલ, દિવ્યાંગ બાળકોના શિક્ષણ, શિક્ષકોની તાલીમ, હિસાબી કામગીરીની સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

ત્યારબાદ, જિલ્લા વિકાસ અધિકારીએ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરીની પણ મુલાકાત લઇને હાલમાં ચાલી રહેલા આંગણવાડી કાર્યકર અને તેડાઘરની ઓનલાઇન ભરતી પ્રક્રિયાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.