ETV Bharat / state

Mahisagar Court News : આરોપીને પોક્સો એક્ટ હેઠળ વીસ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકારતી મહીસાગર કોર્ટ - Mahisagar Court News

મહીસાગરમાં સગીરાને ભગાડી લઇ જઇ યૌન શોષણ કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 2020માં નોંધાયેલા આ કેસમાં મહીસાગર કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે.

Mahisagar Court News : આરોપીને પોક્સો એક્ટ હેઠળ વીસ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકારતી મહીસાગર કોર્ટ

author img

By

Published : Apr 19, 2023, 3:45 PM IST

મહીસાગર : મહીસાગરમાં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જવાના ગુન્હામાં આરોપીને IPC કલમ તેમજ પોકસો એકટ હેઠળ મહીસાગર કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને દંડની સજાનો હૂકમ કરવામાં આવ્યો છે. મહીસાગર કોર્ટ દ્વારા આ પ્રકારના ગુના આચરતાં અટકાવવા માટે અને સમાજમાં દાખલો બેસે તેવો સખ્ત ચૂકાદો આપ્યો હતો.

પીડિતાને વળતર : મહીસાગર લૂણાવાડાના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ ચાલી જતા IPC કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપીને 20 વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ કર્યો છે. તથા કોર્ટ દ્વારા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનાર પીડિતાને રૂપિયા 3 લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Vadodara News : અમરેશ્વર ગામમાં દુષ્કર્મ કેસના આરોપીને 10 વર્ષની સજા, પોકસો એક્ટના ગુનામાં મહત્વપૂર્ણ ચુકાદો

સમાજમાં દાખલો બેસે તેવો ચૂકાદો : આ કેસ વિશે પ્રાપ્ત થતી વિગત અનુસાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાટા-2 ગામના આરોપી કમલેશભાઈ કોહયાભાઈ પગી નામના આરોપીએે 2020માં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવીને ભગાડી જઈ યૌન શોષણ કરેલું હતું. જેને લઈ આરોપી વિરુધ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ IPC કલમ મુજબ ગુનો નોંધાયો હતો.

કેસની સુનાવણી અને ચૂકાદો : ત્યાર બાદ મહીસાગરના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ શરૂ થયો હતો. આરોપી વિરુધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જ્યારે કેસની આખરે સ્પેશિયલ પોકસો જજ અને એડીશનલ સેશન્સ જજ જે. એન. વ્યાસે આવા ગુન્હાઓ અટકાવવા સારૂં સમાજમાં દાખલો બેસે તેવો ચૂકાદો આપ્યો હતો.

આ પણ વાંચો હાઇકોર્ટ દ્વારા પોકસો અને એટ્રોસિટી એક્ટને લઈને એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો

20 વર્ષની સખત કેદ અને દંડ : કોર્ટે IPC કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી કમલેશભાઈ કોહયાભાઈ પગીને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા 3 લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ તેમજ આરોપીને કરેલ દંડની રકમ આરોપી કોર્ટમાં જમા કરેથી ભોગ બનનાર સગીરાને ચુકવવાનો હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.