મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારના રોજ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે વધુ 7 દર્દી સ્વસ્થ થયા હતા, જે સાથે અત્યાર સુધી જિલ્લામાં 620 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
હાલ જિલ્લામાં 73 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી કુલ 37 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
મહીસાગર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 730
- કુલ સક્રિય કેસ - 73
- કુલ ડિસ્ચાર્જ - 620
- કુલ મોત - 37
- કુલ હોમ ક્વોરેન્ટાઈન - 380
- કુલ નેગેટીવ રિપોર્ટ - 29121
મહીસાગર જિલ્લામાં 25 કોરોના પોઝિટિવ દર્દીઓ KSP હોસ્પિટલ-બાલાસિનોર, 12 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 4 શીતલ નર્સીંગ હોમ-લુણાવાડા, 11 દર્દીઓ SDH-સંતરામપુર, 19 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ અન્ય 2 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા 69 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે 4 દર્દી ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં 73 દર્દીઓ સારવાર હેઠળ છે.