ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ: 8 નવા પોઝિટિવ કેસ, કુલ આંક 674 થયો

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે જિલ્લામાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 410 લોકો હાલ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ
author img

By

Published : Aug 30, 2020, 10:29 PM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 4, સંતરામપુરમાં 3, અને લુણાવાડામાં 1 કેસ સામેલ છે. નવા નોંધાયેલા 8 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 674 થઈ છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 674
  • કુલ સક્રિય કેસ - 74
  • કુલ ડિસ્ચાર્જ - 564
  • કુલ મોત - 36

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ જિલ્લામાં કોરોનાના 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે વધુ 9 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધી જિલ્લામાં 564 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી કુલ 36 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 410 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાના 15 દર્દીઓ KSP હોસ્પિટલ-બાલાસિનોર, 6 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 4 દર્દી શીતલ નર્સીંગ હોમ-લુણાવાડા, 8 દર્દીઓ SDH સંતરામપુર, 15 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજ અન્ય 16 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 70 દર્દીઓ સ્થિર હાલતમાં છે, જ્યારે 3 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. જેથી હાલ જિલ્લામાં 74 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.