ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ - 76 નવા પોઝિટિવ કેસ, 210 દર્દીઓ ડિસ્ચાર્જ - કોરોના સંક્રમણ

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લાં બે દિવસમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાતા અને સ્વસ્થ થતાં દર્દીઓનો રિકવરી રેટ વધતાં આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મહીસાગર જિલ્લામાં રવિવારે વધુ 210 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,309 દર્દીઓ સ્વસ્થ થયાં છે. મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતાં રવિવારના રોજ 76 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધી કોરોનાના 6,732 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ મહીસાગર જિલ્લામાં કુલ 1,352 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ
author img

By

Published : May 16, 2021, 11:05 PM IST

  • મહીસાગર જિલ્લામાં 210 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા
  • કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 5,307 થઈ
  • કોરોના સંક્રમણ ધટતાં રવિવારે કોરોના 76 કેસ
  • મહીસાગર જિલ્લામાં હાલ 1,352 દર્દીઓ સારવાર હેઠળ

મહીસાગર : જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતાં રવિવારના રોજ કોવિડ 19ના 76 કેસ નોંધાયા છે. જે ગત દિવસોમાં 150ની આસપાસ આંકડો રહેતો હતો. આ સાથે મહીસાગર જિલ્લામાં વધુ 210 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. જેથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 5,307 થઈ છે. કેસમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો થતાં આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે 16 મે સુધીમાં 6,732 કેસ નોંધાયા છે અને જિલ્લામાં હાલ 1,352 દર્દીઓ સારવાર હેઠળ છે.

તાલુકા પ્રમાણે ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા

તાલુકોસ્ત્રી પુરુષ
બાલાસિનોર 1819
લુણાવાડા 1828
સંતરામપુર 2422
કડાણા 1121
ખાનપુર 1415
વિરપુર 0713

જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કારણથી 51 દર્દીના મોત થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ ડિસ્ચાર્જ - 5,307
  • કુલ પોઝિટિવ કેસ - 6,732
  • કુલ નેગેટિવ રિપોર્ટ - 2,23,486
  • કુલ સક્રિય કેસ - 1,352
  • કુલ મોત - 73
  • કુલ હોમ ક્વોરેન્ટાઈન - 578
  • 199 દર્દીઓ ઓક્સિજન પર
  • 14 દર્દી વેન્ટિલેટર પર

કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 1,139 દર્દીઓની હાલત સ્થિર

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 33 દર્દીઓ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ - લુણાવાડા, 895 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 52 દર્દી SDH - સંતરામપુર, 88 દર્દી અને જિલ્લા ખાતે અને 284 દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલ - મહીસાગર ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 1,139 દર્દીઓ સ્થિર હાલતમાં છે, તેમજ 199 દર્દીઓ ઓક્સિજન પર અને 14 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.