લુણાવાડા : આ અભિયાનમાં ખાસ કરીને ઘરના વડીલો અને બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. કામ વગર બહાર ન જઉ, ઘરની બહાર જઈશું તો માસ્ક પહેરીને જઈશું, સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે બે ગજ દુરીનું અંતર રાખીશું અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરૂશું જોવા નિયમ સરકારે લોકોને જણાવ્યા હતા.
![લુણાવાડામાં કોરોના સામે જાગૃતિ ફેલાવવા માટે રોડ ઉપર 32 ફૂટ લાંબું પેઈન્ટિંગ બનાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-01-jagruti-snadesh-painting-script-photo-2-gj10008_27052020171621_2705f_1590579981_96.jpeg)
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામના ભગવતી કલા કેન્દ્ર, ટ્રસ્ટના ભીખાભાઈ માછી અને અમરીશ આર્ટના કલાકાર રતિલાલ કાછીયાના મનમાં "હું પણ કોરોના વોરિયર" અભિયાન માટે કંઈક અલગ જ કળાની મનમાં ઈચ્છા થઈ અને તેમણે પેઇન્ટિંગ બનાવી કોરોના સામે જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો. તેઓએ રોડ પર પેન્ટિંગ કરવા લુણાવાડા પ્રાંત અધિકારીને પત્ર લખી મંજૂરી આપવા વિનંતી કરી હતી. પ્રાંત અધિકારીએ મંજૂરી આપતા કલાકારોએ હું પણ કોરોના વોરિયર અભિયાનમાં સહભાગી થવા રોડ પર પોતાના પેઈન્ટિંગ બનાવી હતી.
આ કલાકારોએ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મુખ્ય મથકના અવરજવરથી ધમધમતા એવા કોટેજ ચાર રસ્તા પાસે ગોધરા શામળાજી હાઇવે પર હું પણ કોરોના વોરિયર પ્રત્યેક ગુજરાતીના સંકલ્પ-કોરોના સાથે જીવતા શીખોના સૂત્ર સાથે જોત જોતામાં 32 ફૂટ લાંબું રોડ પેઈન્ટિંગ તૈયાર કરી દીધું. આ 32 ફૂટ લાંબા રોડ પર પેઇન્ટિંગ તૈયાર કરી અવર જવર કરતા વાહનચાલકો સહીત નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ રોડ પેઈન્ટિંગ તૈયાર કરનાર કલાકારોએ કહ્યું કે, મુખ્યપ્રધાનના "હું પણ કોરોના વોરિયર" અભિયાનથી પ્રેરાઈને અમે રોડ પેઇન્ટિંગ કરીને લોકોમાં માસ્ક સાથે ફરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને કોરોના સાથે જીવતા શીખીએ તેવો સંદેશો પાઠવવા આ 32 ફૂટ લાંબુ રોડ પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું. આમ મહિસાગર જિલ્લાના પેઇન્ટિંગ કલાકારોએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના "હું પણ કોરોના વોરિયર" અભિયાનમાં અનોખી રીતે જોડાયા
હતા.