લીલાબેનના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 207 નારી અદાલત શરૂ કરવામાં આવી છે. આવી નારી અદાલત શરુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં 400 મહિલાઓ કામ કરી રહીં છે.
અહીં મહિલા અધિકાર અને તેમના કલ્યાણને લગતા પ્રશ્નો 15 દિવસમાં જ નિ:શુલ્ક ઉકેલવામાં આવશે. ગુજરાત સ્ટેટ કમિશને મહિલાઓને લગતા પ્રશ્નો માટે હેલ્પ લાઈન નંબર- 1800 233 1111 શરૂ કરી છે. સમગ્ર દેશમાં નારી અદાલતો ખોલી તેનુ અમલીકરણ કરવામાં આવશે.