મહીસાગરઃ કોરોના સંદર્ભે ઉચ્ચ કક્ષાના અધિકારીઓનું માર્ગદર્શન જે તે જિલ્લાઓને મળી રહે અને જિલ્લા તથા રાજ્યકક્ષાએ સુચારૂ સંકલન થઇ શકે તે હેતુસર રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જિલ્લાઓ ફાળવ્યા છે. તદ્અનુસાર મહિસાગર જિલ્લા માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ઇન્ચાર્જ નાયબ નિયામક ડો.ઉપેન્દ્ર ગાંધીની મહીસાગર જિલ્લા માટે લાયઝન અધિકારી તરીકેની નિમણૂંક કરી છે.
ડો.ગાંધીએ ગઇકાલે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના કડીયાબીડ ખાતે કન્ટેઈન્મેન્ટ ઝોનની મુલાકાત લીધા બાદ કડાણા ખાતે 100 પથારીની સુવિધા ધરાવતા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કોવિડ કેર સેન્ટરના વિવિધ વિભાગો તથા રસોડાની અને વિવિધ વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું હતું. કોવિડ કેર સેન્ટરનાં અધિકારીઓ અને સ્ટાફ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યુ હતું. ત્યારબાદ ડો. ગાંધી મુનપુર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ મેડીકલ ઓફિસર અને સ્ટાફ સાથે ડિલીવરી તથા કોવિડ
અંતર્ગત લેવામાં આવેલા પગલાંઓ અને સર્વેલન્સની કામગીરીની વિગતો મેળવી સ્ટાફ સાથે પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યુ હતું.
આ ઉપરાંત તેઓએ કડાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લઇ અધિક્ષક અને કર્મચારીઓ સાથે કેન્દ્રની કામગીરીની વિગતો જાણી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયુ હતુ. ડો.ઉપેન્દ્ર ગાંધીની આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ડો.અગ્રવાલ, મહીસાગરના ઇ.એમ.ઓ. ડો.ધર્મેન્દ્ર ચૌહાણ, એપીડીમોલોજીસ્ટ ડો. હનીફ શેખ, કડાણા તાલુકા આરોગ્ય અધિકારી ડો. નરેન્દ્રગીરી ગોસાઇ, કોવિડ કેર સેન્ટર કડાણાના નોડલ મેડિકલ ઓફિસર ડો.આર.એલ. સંગાલા તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સાથે રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી. જેનાથી ડૉ.
ઉપેન્દ્ર ગાંધીએ કોરોના સંદર્ભે જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરી પ્રતિ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.