- વણાકબોરી ડેમ ઓવર ફ્લો ન થતા ખેડૂતો ચિંતીત
- ડેમનું હાલનું લેવલ 215.25 ફુટ, ગત વર્ષે 221 ફૂટ હતું
- 2.50 લાખ હેક્ટર જમીનમાં સિંચાઇનો અભાવ
મહિસાગર: બાલાસિનોર તાલુકામાં આવેલા વણાકબોરી ડેમ(Wanakbori Dam)માં ગયા વર્ષે 6 ઓગસ્ટના રોજ ડેમની નદીનું લેવલ 221 ફૂટે પહોંચતા ડેમમાંથી 53,00 ક્યુસેક પાણી છોડાયું હતું. બાલાસિનોર વણાકબોરી વિયરથી સિંચાઈ માટે આણંદ, ખેડા જિલ્લો તેમજ નડિયાદ અને ખંભાત સહિતના 2.50 લાખ હેક્ટરમાં સિંચાઇ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
આ પણ વાંચો- સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો
પાણીની આવકમાં ઘટાડો નોંધાતા મહિસાગર નદીનું હાલનું લેવલ 215.25 છે
અમદાવાદ શહેર અને ભાવનગર ખાતે પીવાના પાણી વણાકબોરી (Wanakbori Dam)વિયરમાંથી આપવામાં આવે છે, ત્યારે ચોમાસુ મધ્યમાં હોવા છતાં પાણીની આવકમાં ઘટાડો નોંધાતા મહિસાગર નદીનું હાલનું લેવલ 215.25 રહેતા, જેથી વણાકબોરી ડેમ ઓવર ફ્લો ન થતા આણંદ અને ખેડા જિલ્લા સહિતના ખેડૂતો ચિંતીત બન્યા છે.
છેલ્લા બે વર્ષમાં નદીનું લેવલ અને ઓવરફ્લો
વર્ષ | નદીનું લેવલ કેટલા ક્યુસેક પાણી | ઓવરફ્લો |
2019 | 240.75 | 04,86,114 |
2020 | 239.25 | 04,49,060 |
આ પણ વાંચો- સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ભાદર ડેમની સપાટી પહોંચી 17.50 ફૂટે
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનું લેવલ ઓછું
મહિસાગર જિલ્લામાં ચોમાસું મધ્યમાં આવવા છતાં ઓછો વરસાદ થયો છે. ગયા વર્ષે આ સમયમાં ડેમમાં નદીનું લેવલ 221 ફુટ પર રહ્યું હતું, ત્યારે હાલમાં નદીનું લેવલ 215.25 ફુટ પર રહેતાં મહીસાગર નદીમાં પાણી ઓછું જોવા મળ્યું છે. જો આવનારા સમયમાં વરસાદ ન પડે તો આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારમાં ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા થઈ શકે છે.