ETV Bharat / state

બાલાસિનોરના ભીમભમરડા મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાયો, મંદિરનો પૌરાણિક છે ઇતિહાસ - Mahadev temple

બાલાસિનોરથી વિરપૂર રોડ પર ભીમનાથ મહાદેવનું વર્ષો જૂનું શિવાલય આવેલું છે. વિશાળ મહાકાય પથ્થરોની વચ્ચે ભગવાન શિવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે બિરાજમાન છે. લોક વાયકા મુજબ આ વિસ્તાર મહાભારતકાળના હિડિંબા વન વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં પુરાણ પ્રમાણે અહિયા પ્રસિદ્ધ અસુરોનો વસવાટ હતો અને અતિ પ્રાચીનકાળથી આ પ્રદેશમાં શિવલિંગ પૂજા થતી હતી. અહીં શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, શ્રાવણના છેલ્લા દિવસે મંદિરની ધજા પણ ચડાવવામાં આવે છે.

ભીમભમરડા મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાયો

author img

By

Published : Aug 30, 2021, 5:50 PM IST

  • વિશાળ પથ્થરો વચ્ચે બિરાજમાન ભીમનાથ મહાદેવનું મંદિર
  • શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો યોજાયો
  • શ્રાવણના છેલ્લા દિવસે મંદિરની ધજા ચડાવવામાં આવે છે

મહિસાગર : બાલાસિનોરથી ત્રણ કિલોમીટરના અંતરે વિરપુર રોડની બાજુમાં વિશાળ કદ ધરાવતા પથ્થરોનો વિસ્તાર આવેલો છે. વિશાળ કદ પથ્થરોની વચ્ચે બિરાજમાન ભીમનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય લોકોમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉપરાંત, અહીં ટેકરીઓમાં હનુમાનજીનું વર્ષો પુરાણું મંદિર પણ આવેલું છે, આથી શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણવા આવે છે. સાથે સાથે ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દંતકથા મુજબ મહાભારત કાળમાં ભીમ અહીં રહીને શિવની આરાધના કરતા હતા. તેથી આ વિસ્તાર અને શિવલીંગને ભીમ ભમરડા મહાદેવ તરીકે ઓળખાય છે. શ્રાવણના છેલ્લા દિવસે મંદિર પર ધજા પણ ચડાવવામાં આવે છે.

આ પણ વાંચો: જન્માષ્ટમી નિમિત્તે પોરબંદરના ડો.નૂતન ગોકણીનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હતી

આપેશ્વર મહાદેવથી ભીમ ભમરડાના વિસ્તારમાં જો ખોદકામ થાય તો પ્રાચીન ઐતિહાસિક માહિતી મળી શકવાની લોકો દ્વારા ચર્ચા જોવા મળી રહી છે. આ વિસ્તારને લોકો પાંડવોના વનવાસ હિડિંબાવન તરીકે ઓળખે છે. મહાભારતકાળમાં પાંડવોએ અહીં વસવાટ કર્યો હતો. તે સમયે પાંડવો દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવી હતી. તે સમયથી આ મંદિરની અંદરનું શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય હોવાનું માનવામાં આવે છે.

ભમરડા આકારનો પથ્થર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

કુદરતી સૌંદર્યની વચ્ચે વિશાળ કદના પથ્થરોની હારમાળામાં ભમરડા, તાવડી, ખાંડણીયો આકારના પથ્થરો જોવા છે. અહીં ટેકરીના પથ્થરો આશરે 10થી 15 ફૂટની ઉંચાઈ ધરાવે છે. આ ઉપરાંત, મેળામાં જોવા આવતાં લોકો પથ્થરોને જોઈને અલૌકિક આનંદ અનુભવે છે. આ વિસ્તારમાં અંબે માતાનું નવનિર્મિત મંદિર છે, તેની બાજુમાં સપાટ પથ્થર પર માત્ર એક જ અણી પર ટેકવાયલો પથ્થર વર્ષોથી અણનમ ઉભો છે. જે દૂરથી ભમરડા આકારનો દેખાઈ છે, આ પથ્થર પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

ભીમભમરડા મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાયો
ભીમભમરડા મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાયો

આ પણ વાંચો: જન્માષ્ટમી નિમિત્તે આણંદના સામાજિક કાર્યકર નીપા પટેલનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

ટેકરી ઉપરથી કેદારેશ્વર, ગોપેશ્વર, અને દેવ ડુંગરિયા મહાદેવના દર્શન

ભીમ ભમરડા ટેકરી પરથી ઉભા રહીને કુદરતી સૌંદર્ય માંણવું એ પણ એક અનેરો લહાવો માનવામાં આવે છે, ભીમ ભમરડાની આસપાસનો વિસ્તાર નાની-મોટી લીલી વનરાજી, પથ્થર અને ટેકરીઓથી ભરપુર છે, જે નયનરમ્ય મનમોહક લાગે છે. અહીં ટેકરીઓ ઉપરથી ઉભા રહીને આસપાસ નજારો જોતાં બાલાસિનોરની સાથે સાથે કેદારેશ્વર, ગોપેશ્વર મહાદેવ અને દેવ ડુંગરિયા મહાદેવના પણ દર્શન થાય છે. એકજ જગ્યાએથી ત્રણેય મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

ભીમ ભમરડા ખાથે વિકાસના કામો હાથ ધરાયા

ભીમનાથ મહાદેવના ટ્રસ્ટી સુધીરભાઈ અને સંજયભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીં મંદિરના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે, જેમાં બાલાસિનોર નગરપાલિકા તરફથી RCC રોડ તેમજ આ સ્થળે બેસવા માટેની સુવિધાઓ કરાઈ છે. બાળકો માટે રમત ગમતના સાધનો, વાહનો માટે પાર્કિંગ, લાઈટ, પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત, ભક્તો દ્વારા ભંડારાના આયોજન માટેની સુવિધાઓ પણ કરાઈ છે. આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને અહીંના ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોવિડ ગાઇડલાઇન સાથે દર્શન માટે સિમિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.