હાલનોભાવ પહેલાનો ભાવ
- રીંગણ- 120 રૂ. પ્રતિકિલો ,15-20 રૂ. પ્રતિકિલો
- ટામેટાં- 40 રૂ., 25 રૂ.
- ભીંડા-- 80 રૂ., 20 રૂ.
- સરગવો- 100 રૂ. 40 રૂ.
- મુળો- 120 રૂ. 30 રૂ.
- દૂધી- 80 રૂ. 20 રૂ.
- મરચાં- 120 રૂ. 40 રૂ.
- કોબીજ- 80 રૂ. 20 રૂ.
- ફુલેવાર- 100 રૂ. 20 રૂ.
- સવાભાજી- 90 રૂ. 40 રૂ.
રાજ્યમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ઘણા રૂટ બ્લોક થયા હોવાના કારણે હેરફેર માટે ટ્રકની અવરજવર શાકભાજીનો જથો લઈને આવતાં ટ્રક અટવાઈ ગયા છે. જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં છે.શાકભાજીના ભાવમાં 80 રૂ. થી 100 રૂ. નો વધારો જોવા મળી રહ્યો છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલી શાકભાજીની મંડીઓ પર મહિલાઓ એ મોંઘવારી વધતા શાકભાજી ખરીદવાનું ઓછું કરી દીધું છે. 1 કિલોની જગ્યાએ હવે 250 કે 500 ગ્રામ શાકભાજી ખરીદવું પડે છે અને પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તો વેપારી કહે છે કે વરસાદમાં જે માલ પહેલા આવતો હતો તેની જગ્યા 50 ટકા માલ આવતો હોવાથી અને ગ્રાહકોની માંગ વધુ હોવાથી ભાવ વધી રહ્યા છે.
ખેડૂતો ને પણ વધુ પાણી ખેતરોમાં ભરાતા શાકભાજીના પાકો નષ્ટ થયાનું જણાવી રહ્યા છે. દરેક શાકભાજીના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે ગ્રાહકો ઓછું શાકભાજી ખરીદે છે.ત્યારે આ બાબતે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતમાં APMCના ચેરમેન હરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે હાલમાં વરસાદનો સમય છે. તેથી રસ્તાઓ બંધ થયા હોય કે બ્લોક હોય જેથી શાકભાજી લઈને આવતી ટ્રકો અહીં ન આવી શકતા આ પરિસ્થિતી સર્જાઈ છે.