- મહિસાગરમાં મહિલાને પ્રસુતિના 3 મહિના પહેલા રક્ત ચડાવાયું
- મહિલા સ્વાસ્થ્ય કર્મચારીએ સમય સૂચકતાથી મહિલાને પૂરું પાડ્યું રક્ત
- મહિસાગરના આરોગ્ય કર્મચારીઓ લોકોને કરી રહ્યા છે જાગૃત
- આરોગ્ય કર્મચારીઓ સગર્ભા મહિલાઓનું રાખી રહી છે સારસંભાળ
લુણાવાડા: કોરોનાની મહામારી વચ્ચે જિલ્લામાં સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઈ રહે તેમજ સુરક્ષિત માતૃત્વ ધારણ કરે તે માટે મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓ ધ્યાન રાખી રહી છે. ખરસોલીના લપાણિયામાં આવેલા નાની ગામમાં રહેતા સગર્ભા મહિલાને રક્ત ચડાવવામાં આવ્યું હતું. મહિલાની તપાસ કરતા મહિલામાં લોહીનું પ્રમાણ 3.8 ટકા હતું. આથી સમય સૂચકતા જોઈને મહિલા સ્વાસ્થ્ય કર્મચારીએ સગર્ભા મહિલાને પ્રસૂતિના ત્રણ માસ પહેલા જ મહિલાને રક્ત ચડાવ્યું હતું, જેથી આવનારા બાળકમાં કોઈ કમજોરી ન આવે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને મહિલા સ્વાસ્થ્ય કર્મચારીઓ મહિલાઓની મુલાકાત લઈને નિયમિત રસીકરણ, ગોળીઓ આપી રહ્યા છે.