મહીસાગર : આ સંદર્ભે રાજ્ય સરકારના દિશાનિર્દેશોને અનુસરીને મહીસાગર કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની રાહબરી હેઠળ જિલ્લાની આરોગ્ય ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમાં જિલ્લામાં 27 માર્ચ સુધી 1,24,411 ઘરમાં 6,37,295 વ્યક્તિઓની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી. શાહે જણાવ્યું કે, આપણા ઘરોમાં વૃદ્ધો વડિલો હોય તો તેમની વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. કોરોના વાઇરસ વૃદ્ધ લોકો પર અસર કરતો હોય તેનું સંક્રમણ ન ફેલાય તે માટે ઘરમાં પણ વડીલોને ક્વોરન્ટાઇનમાં રહે તે વિશેષ આવકાર્ય છે.