મહીસાગર : સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામે સર્વે નંબર 323 માં મનરેગા હેઠળ જળસંચય અંતર્ગત તળાવ ઉંડુ કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. આ તળાવ ઉંડુ થતાં તેમાંથી 10000 ઘન મીટર માટી કાઢવામાં આવશે. જેનાથી આ તળાવમાં 10000 ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાનુંની શક્તિમાં વધારો થશે. આ કામગીરીમાં અંદાજે રૂપિયા 13.00 લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં કરવામાં આવશે. જેથી ગામના શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળતા આ કોરોના કહેર વચ્ચે પણ રોજનું પેટીયું રળી જીવન ગુજરાન ચલાવી શકશે.
આ જળસંચયની કામગીરી દરમિયાન કોરોના સંદર્ભે પુરતી તકેદારી રાખવામાં આવે છે. શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી તેમજ અવાર નવાર આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવે છે. જેથી કોરોનાવાયરસ થી સુરક્ષિત રાખી શકાય સાથે કામના સ્થળે શ્રમિકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે પાણી તથા છાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત પ્રતિભાવ આપતા ગામના સરપંચ શ્રી કનુભાઈ જણાવે છે કે, અમારા ગામનું તળાવ ઉંડુ થતા તળાવમાં પહેલાં કરતાં વધુ પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘણો વધારો થશે. જેથી અમારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કુવાઓ રિચાર્જ થતાં કૂવામાં પાણીના જળ સ્તરમાં ઘણો વધારો થતાં જળ સ્તર ઉચા આવશે. તેમજ તળાવમાં બારેમાસ પાણી ભરાઈ રહેશે એટલે ખેતીવાડી માટે, પશુઓ માટે, પક્ષીઓ માટે પાણીની મુશ્કેલી દૂર થઈ જશે.
આ સાથોસાથ ઊંચા જળ સ્તર થકી સારો ખેતી વિકાસ થતા ગ્રામ્ય વિકાસમાં સુજલામ સુફલામ જળસંચય કામો ગ્રામ્ય જીવનને ધબકતું રાખવામાં મહત્વનો ફાળો ભજવશે. તેમજ ગ્રામ્ય શ્રમિકોને ઘર પાસે જ રોજગારી મળતા જીવન ગુજારો કરવામાં કોઈ મુશ્કેલી નો સામનો નહીં કરવો પડે. જે લોકડાઉનના કપરા સમયમાં અહીંયા 220 શ્રમિકોને રોજગારી મળી રહી છે. તે આશીર્વાદ સમાન પુરવાર થશે.