મહીસાગરઃ જિલ્લામાં કોરોના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અને જિલ્લામાં 120 કોરાના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. કોરોનાનો કહેર વધતા સરકારી તંત્ર સતર્ક બન્યું છે. આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ મહીસાગર જિલ્લાની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા. અને જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલમાં મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ જિલ્લાના તમામ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી હતી.
જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે કરવામાં આવી રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. આરોગ્ય સચિવ જયંતિ રવીએ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જિલ્લામાં કોરોના વધુ ફેલાય નહીં અને તેને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.