મહિસાગરઃ કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય લક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
તે અનુસંધાને વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં જે જગ્યાએ વધુ આવતા હોય તેવા સ્થળોએ લોકોના આરોગ્યની તપાસ કરવી કોરોનાના સંદર્ભે મહત્વની બની જાય છે.
જેમાં હાલમાં 114 જેટલા કામ કરતા મજૂરોની આરોગ્ય તપાસ આર.બી.એસ.કે ના મેડિકલ ઓફિસર ડૉક્ટર દત્તુ રાવલ અને તેમની ટીમના AO અને MPHW જગદીશ પ્રજાપતિ દ્વારા થર્મલ ગનથી મજૂરોના શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે સામાજિક અંતર જાળવી કામગીરી કરવાની સમજ આપવામાં આવી, સાથે માસ્કનો ઉપયોગ તેમજ સાબુથી વારંવાર હાથ ધોવાની પણ સમજ આપવામાં આવી હતી.