ETV Bharat / state

મહીસાગરમાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક રાશન કીટનું વિતરણ

મહીસાગરમાં લોકડાઉન 4 દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

mahisagar, Etv Bharat
mahisagar
author img

By

Published : May 20, 2020, 7:18 PM IST

લુણાવાડાઃ નોવેલ કોરોના વાઈરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા મહિસાગર જિલ્લામાં રોજિંદી કમાણી પર નિર્ભર હોય તેવા નબળી આર્થિક પરિસ્થિતિવાળા ગરીબ કુટુંબોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે પૈકી સારથી સંસ્થાના નિયામક નિર્મળ કુંવરબા, કોર્ડીનેટર ધનસિંહ રાઠોડ, રવિન્દ્રસિંહ સિસોદિયા અને સંસ્થાના ટ્રસ્ટીગણ દ્વારા કોવિડ-19ને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી લોકડાઉન દરમિયાન સંતરામપુર તાલુકાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના 38 ગામોના 913 અતિ ગરીબ અને જરૂરતમંદ પરિવારો જેવા કે એકલનારી, વૃદ્ધ પરિવાર, નિરાધાર પરિવારો, જમીન વિહોણા, ખેત મજુર અને રોજમદારોને નિશુલ્ક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં 8 કિલો ઘઉ, 5 કિલો ચોખાં, 1 કિલો દાળ, 1 કિલો તેલ, 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ, 250 ગ્રામ ચા, 100ગ્રામ જીરું, 100 ગ્રામ મરચાં પાવડર, 100 ગ્રામ ધાણા પાવડર, 100 ગ્રામ હળદર પાવડર, 100 ગ્રામ રાઈ, 100 ગ્રામ મેથી, માસ્ક, 2 કિલો ડુંગળી, 1 કિલો બટાકા જેવી જરૂરતમંદ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. જેથી આ કપરા સમયમાં લોકોને મળેલ આ સહાયથી ખુશીની લાગણી જોવા મળી હતી.

આ ઉપરાંત સંસ્થા દ્વારા લોકોને કોવિડ-19 વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં લોકડાઉન દરમિયાન કામ સિવાય બહાર નિકળવુ નહીં તેમજ સામાજિક અંતર રાખવું, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક ફરજીયાત પહેરવું વગેરે માહિતી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.