ETV Bharat / state

લુણાવાડામાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતી વ્યકિતઓ પાસેથી 8,000 નો દંડ વસુલાયો - લુણાવાડા મામલતદાર

મહિસાગરના લુણાવાડામાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી વ્યકિતઓ પાસેથી રૂપિયા 8,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. લુણાવાડા મામલતદાર, જિલ્લા પોલીસ વિભાગ દ્રારા ચાર ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાની મહામારી
કોરોનાની મહામારી
author img

By

Published : Nov 22, 2020, 8:20 AM IST

  • લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં સંયુકત કાર્યવાહી
  • સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી વ્યકિતઓ પાસેથી દંડ વસુલ કરાયો
  • નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તે માટે કાર્યવાહી હાથ ધરાઇ

મહિસાગર :કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ વિશેષ કામગીરી કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી વ્યકિતઓ પાસેથી દંડ વસુલ કરાયો

આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી લઇ રહ્યા નથી અને સરકારની ગાઇડલાઇન તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા વારંવાર જણાવવામાં અને સમજાવવામાં આવતું હોવા છતાં પણ હજુ પણ ઘણા નાગરિકો ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળતા હોય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવાને કારણે તેઓ પોતે પોતાને તો જોખમમાં મૂકે છે.સાથે સાથે અન્ય નાગરિકો માટે સંકટ ઉભા કરતા હોય છે.કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શકાય તે હેતુથી તેમજ નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેલુણાવાડા મામલતદાર, જિલ્લા પોલીસ વિભાગ દ્રારા 4 ટીમ બનાવી છે.

લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં સંયુકત કાર્યવાહી હાથ ધરીને શહેરમાં માસ્ક વગર ફરતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી વ્યકિતઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી કરી રૂા. 8,000 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રએ આ સંયુકત કાર્યવાહી કરીને અન્ય નાગરિકો માસ્ક પહેર્યા વગર ન નીકળે અને નીકળશે તો દંડાત્મહક કાર્યવાહીથી બચી નહીં શકો તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.