ETV Bharat / state

ETV ભારતના અહેવાલથી માત્ર 24 કલાકમાં શરૂ થઈ રાયડાની ટેકાના ભાવે ખરીદી

મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં રવિ સિઝન મુખ્ય પાક રાયડાની ઉપજ બાદ સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે નિયત કરવામાં આવેલ લીંબડીયા APMC સેન્ટર પર બારદાનના અભાવે રાયડાની ટેકાના ભાવે ખરીદીમાં દિવસો લંબાતા ખેડૂતોને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી હતી અને જે અહેવાલ ETV ભારત પોર્ટલ પર બુધવારના રોજ આવ્યો હતો, જે અહેવાલની અસર 24 કલાકમાં થતા લીંબડીયા APMC સેન્ટર ઉપર બારદાન આવી જતા આજથી જ ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થઈ જતા ખેડૂતોએ ETV ભારત ની ટીમ અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

author img

By

Published : May 18, 2019, 9:26 AM IST

ETV ભારતના અહેવાલની 24  કલાકમાં અસર થઈ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુરના આસપાસના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને ખેડૂતો બેઠા હતા અને સરકાર દ્વારા વહેલી તકે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવે તેવી મહીસાગર જિલ્લાના ખેડૂતોની માંગ હતી અને ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે મહીસાગર જિલ્લામાં એક માત્ર ખાનપુર તાલુકાનું લીંબડીયા APMC સેન્ટર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો અને 125 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે રાયડો આપવા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું અને સરકાર દ્વારા 9 મે ના રોજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી.

લીંબડીયા APMC સેન્ટર ઉપર બારદાનના અભાવે રાયડાના પાકની ઉપજ બાદ સરકાર દ્વારા તેને ટેકાના ભાવે ખરીદીમાં દિવસો લંબાતા ખેડૂતોને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી હતી. ઉપરાંત અસહ્ય ગરમીથી તેલીબિયા પાક રાયડો સુકાઈ જાય અને તેના વજનમાં ઘટાડો થાય .જેથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુરના આસપાસના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને ખેડૂતો ટેકાના ભાવે ખરીદી ઝડપથી શરૂ થાય તેની રાહ જોતા હતા.

ETV ભારતના અહેવાલની 24 કલાકમાં અસર થઈ

APMC સેન્ટર ઉપર બારદાન નહીં હોવાના કારણે રાયડાની ખરીદી થઈ શકતી ન હતી અને જે અહેવાલ ETV ભારત પર પ્રસારણ થતા અહેવાલની અસર થઈ હતી અને 24 કલાકમાંજ લીંબડીયા APMC પર બારદાન આવી જતા આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થઈ ગઈ હતી. ખેડૂતને રાયડાના ભાવ 20 કિલોના 840 રૂપિયા મળી રહ્યો છે અને બજાર કરતા 150 રૂપિયાથી વધારે ફાયદો થઈ રહ્યો છે.

જેથી ખેડૂત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સેન્ટર ઉપર પોતાનું અનાજ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવે છે.લીંબડીયા APMC સેન્ટર પર બારદાન આવી જતા અને ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થઈ જતા ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી અને ખેડૂતના પ્રશ્નને સાંભળી તેને ETV ભારત પર પ્રસારણ કરી ખેડૂતની મુશ્કેલીની સુખદ અંત લાવવા બદલ ખેડૂતોએ ઈટીવી ભારત અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

               મહીસાગર જિલ્લામાં લીંબડીયા APMC સેન્ટર રાયડાની ખરીદી શરૂ
                                 ( ETV અહેવાલની અસર)
    મહીસાગર જિલ્લામાં રવિ સિઝન મુખ્ય પાક રાયડાની ઉપજ બાદ સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે
 નિયત કરવામાં આવેલ લીંબડીયા APMC સેન્ટર પર બારદાનના અભાવે રાયડાની ટેકાના ભાવે ખરીદીમાં દિવસો 
લંબાતા ખેડૂતોને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી હતી અને જે અહેવાલ ETV ભારત પોર્ટલ પર બુધવારના રોજ 
 આવ્યો હતો, જે અહેવાલની અસર ચોવીસ કલાકમાં થતા લીંબડીયા APMC સેન્ટર ઉપર બારદાન આવી જતા આજથીજ
 ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થઈ જતા ખેડૂતોએ ETV ની ટીમ અને સરકારનો આભારમાન્યો હતો.   
            ETV ભારતના અહેવાલની ચોવીસજ કલાકમાં અસર થઈ છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુરના 
આસપાસના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને ખેડૂતો બેઠા હતા અને સરકાર દ્વારા વહેલી તકે રાયડાની ખરીદી
 શરૂ કરવામાં આવે તેવી મહીસાગર જિલ્લાના ખેડૂતોની માંગ હતી અને ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે મહીસાગર જિલ્લામાં
 એક માત્ર ખાનપુર તાલુકાનું લીંબડીયા  APMC સેન્ટર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને 125 જેટલા ખેડૂતો 
દ્વારા ટેકાના ભાવે રાયડો આપવા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું અને સરકાર દ્વારા 9 મેં ના રોજથી ટેકાના ભાવે 
રાયડાની ખરીદી શરૂ કરવા માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી પરંતુ લીંબડીયા  APMC સેન્ટર ઉપર બારદાનના
 અભાવે રાયડાના પાકની ઉપજ બાદ સરકાર દ્વારા તેને ટેકાના ભાવે ખરીદીમાં દિવસો લંબાતા ખેડૂતોને નુકસાન થવાની 
ભીંતિ સેવાઈ રહી હતી ઉપરાંત અસહ્ય ગરમીથી તેલીબિયા પાક રાયડો સુકાઈ જાય અને તેના વજનમાં ઘટાડો થાય જેથી 
ખેડૂતોને ભાવ ઓછો મળે તેવી ભીંતિ ખેડૂતોમાં સેવાઈ રહી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુરના આસપાસના
 ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને ખેડૂતો ટેકાના ભાવે ખરીદી ઝડપથી શરૂ થાય તેની રાહ જોતા હતા પરંતુ 
 APMC સેન્ટર ઉપર બારદાન નહીં હોવાના કારણે રાયડાની ખરીદી થઈ શકતી ન હતી અને જે અહેવાલ ETV ભારત 
પર પ્રસારણ થતા અહેવાલની અસર થઈ હતી અને ચોવીસ કલાકમાંજ લીંબડીયા  APMC પર બારદાન આવી જતા 
આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ થઈ ગઈ હતી. ખેડૂતને રાયડાના ભાવ 20 કિલોના 840 રૂપિયા મળી રહ્યો છે અને
 બજાર કરતા 150 રૂપિયાથી વધારે ફાયદો થઈ રહ્યો છે. જેથી ખેડૂત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સેન્ટર ઉપર પોતાનું
 અનાજ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવે છે. લીંબડીયા APMC સેન્ટર પર બારદાન આવી જતા અને  ટેકાના ભાવે રાયડાની
 ખરીદી શરૂ થઈ જતા ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી અને ખેડૂતના પ્રશ્નને સાંભળી તેને ઈટીવી ભારત પર 
પ્રસારણ કરી ખેડૂતની મુશ્કેલીની સુખદ અંત લાવવા બદલ ખેડૂતોએ ઈટીવી ભારત અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાઈટ :- 1 ભુલાભાઈ પટેલ (ચેરમેન  APMC લીંબડીયા)
બાઈટ :- 2 પૂજાભાઈ (ખેડૂત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.