નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ ચૂંટણી પ્રક્રિયા સંબધી સેકન્ડ રેન્ડમાઇઝેશનની વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત, સેકન્ડ રેન્ડમાઇઝેશનમાં 121-બાલાસિનોરમાં ૩૫૫-પ્રિસાઇડીંગ ઓફીસર, 355- મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર અને 355- પોલીંગ મળી કુલ 1065નું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જ્યારે 122 - લુણાવાડામાં 387 - પ્રિસાઇડીંગ ઓફિસર, 387 - મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર, 387 - પોલીંગ મળીને કુલ- 1161 અને 123 - સંતરામપુર માટે 310 - પ્રિસાઇડીંગ ઓફિસર, 310 - મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ 310 -પોલિંગ મળી કુલ 930 રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આગામી 16 અને 17 એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોને ચૂંટણી કામકાજ અંગેની તાલીમ આપવામાં આવશે.