મહીસાગરઃ લુણાવાડામાં કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
સંતરામપુર તાલુકાના કણઝરા, કડાણા તાલુકાના કડાણા ખાતુ પ્રાથમિક આરોગ્ય્ કેન્દ્ર, મુનપુરના હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર, કડાણા-1ની અને ખારોલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવારાબડિયા ગામોના વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા તાલુકા લાયઝન અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કડાણા ગામના કન્ટેંન્ટમેન્ટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે દરમિયાન ILI, સારી અને કોમોર્બિડ સર્વે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત SPO2ની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળાનું તેમજ જરૂરિયાતમંદોને પેરાસીટામોલ, એઝીથોમાયસીન, વીટામીન-Cની ગોળીઓનું વિતરણ કરી દવા કઇ રીતે લેવી તેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સુચના આપવામાં આવી હતી.